ઈલેક્શન કરવામાં આવે તેવી માંગણી:આડતિયા કાપડ એસોસિએશનની AGM 8 વર્ષથી બાકી, ચૂંટણી ટલ્લે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભ્યોએ મીટિંગ બોલાવી કાર્યવાહક કમિટીનું ગઠન કરતાં હવે પ્રમુખને આવેદનપત્ર આપી AGM બોલાવવા રજૂઆત કરાશે

આડતિયા કાપડ એસોસિએશનની 8 વર્ષથી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) મળી નથી અને ઈલેક્શન પણ કરવામાં આવ્યુું નથી ત્યારે એસોસિએશનના મેમ્બરો એન્યુલ જનરલ મિટિંગ મળે અને ઈલેક્શન કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે.

વિગતો અનુસાર, શહેરમાં કાપડ આડતિયા એસોસિએશન કાર્યરત છે. પરંતુ તેની 8 વર્ષથી એજીએમ મળી નથી અને ઈલેક્શન પણ કરવામાં આવ્યું નથી. ત્યારે આ એસોસએશનના સભ્યોએ રવિવારના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં ઉપસ્થિત સભ્યો દ્વારા કાર્યવાહક કમિટિનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં કમલ અગ્રવાલ, અનિલ અગ્રવાલ, અનુપ અગ્રવાલ, સુરેન્દ્ર ચાવલા, આનંદ અગ્રવાલ, વિજય ખંડેલવાલ અને સુરેશ જાલાનની પસંદગી કરવામાં આવી હતી. હવે આ કમિટી એજીએમ માટે સંસ્થાના હાલના પ્રેસિડેન્ટને આવેદન પત્ર આપીને રજૂઆત કરશે.

AGMના કારણે રોજિંદી કામગીરી સામે અવરોધ
આડતિયા કાપડ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષથી આડતિયા કાપડ એસોસિએસનની એક પણ એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) મળી નથી અને ઈલેક્શન પણ કરવામાં આવ્યું નથી. જેને કારણે ઘણી રોજિંદી કામગીરી અવરોધાઈ રહી છે. ત્યારે પહેલા એન્યુઅલ જરનલ મિટિંગનું આયોજન થાય તેની માંગણી કરી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...