• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Aggrieved By The Words Spoken Against The Valmiki Community By The Saint Of The Swaminarayan Sect, A Complaint Was Filed With The Collector.

સુરતના સમાચાર:સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા દેવીપુજક સમાજ વિરુદ્ધ બોલાયેલા શબ્દને લઈને રોષ, કલેકટરને આવેદનપત્ર અપાયુ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેવીપુજક સમાજના અગ્રણીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો - Divya Bhaskar
દેવીપુજક સમાજના અગ્રણીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા કથિત વીડિયોમાં દેવીપુજક સમાજ માટે પ્રતિબંધિત શબ્દ વાપરવામાં આવ્યો હતો. આ શબ્દના ઉપયોગ થવાથી દેવીપુજક સમાજને લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે સુરતના દેવીપુજક સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં માંગ કરવામાં આવી હતી કે, સંત દ્વારા જાહેરમાં અથવા લેખિતમાં માફી માગવામાં આવે. જો તેમ નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં આંદોલન પણ કરવામાં આવી શકે છે.

માફી માગવાની માંગ

દેવીપુજક સમાજના અગ્રણી ગોરધનભાઈ પરમારે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા અમારા સમાજનું અપમાન કરવામાં આવ્યું હોય તેવી લાગણી અમે લાગણી અનુભવી રહ્યા છીએ. સંત દ્વારા જાહેરમાં અમારા સમાજ માટે ન બોલવાનો શબ્દ બોલવામાં આવ્યો છે. જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. સાથે જ માંગ કરી રહ્યા છીએ કે, અમારા સમાજની આ સાધુ દ્વારા માફી માગવામાં આવે તથા લેખિતમાં માફી માગવામાં આવે અને હવે પછી આ પ્રકારના નિવેદનો નહીં કરવામાં આવે તે પ્રકારની અમને બાહેધરી આપવામાં આવે. તેવી અમારી માંગ છે અને જો આ માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...