આયોજન:અગ્રવાલ સમાજની આજે રાષ્ટ્રીય બેઠક રાજકીય પ્રતિનિધિત્વની માગણી કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર પાસે વેપારી કલ્યાણ બોર્ડની રચના કરવા માટેની માગણી કરાશે

અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન અગ્ર એકટોજી ભવન ડુમ્મસ રોડ ખાતે સવારે 10:00 કલાકે રાષ્ટ્રીય ચેરમેન પ્રદીપ મિત્તલ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુશીલ ગુપ્તાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. ભારતભરમાં પાંચ કરોડની વસ્તી ધરાવતાં અગ્રવાલ સમાજના 200 પ્રતિનિધિઓ હાજર રહેશે.

પ્રદેશ અધ્યક્ષ રતનલાલ દારૂકાએ જણાવ્યું હતું કે 11 વાગ્યે રાષ્ટ્રીય કારોબારીનો પ્રારંભ થશે સાંજે 5:00 વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય તેવ્રત જીના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ ભારૂકા એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કારોબારીમાં સમગ્ર ભારતભરમાં વસતા પાંચ કરોડ અગ્રવાલોના પ્રતિનિધિ તરીકે 200 આગેવાનો હાજર રહેશે. રાષ્ટ્રીય કારોબારીમાં ખાસ ત્રણ મુદ્દાઓની માગણી સરકાર પાસે કરાશે જેમાં ગુજરાતની બધી જ ફોલોમાં મહારાજા અગ્રેસર નું જીવન ચરિત્ર ભણાવવામાં આવે. બીજું ગુજરાતમાં વેપારી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે.

યુપી ઉત્તરાખંડ અને હરિયાણા સહિતના રાજ્યોમાં વેપારી કલ્યાણ બોર્ડ કાર્યરત છે કેવી રીતે સુરતમાં પણ રચના થાય અને તેનું પ્રતિનિધિત્વ એક વ્યક્તિને મળે. સરકારમાં રાજ્યમંત્રી નું જે સ્થાન હોય તેવી રીતે વેપાર કલ્યાણ બોર્ડના ચેરમેનનું પણ સ્થાન હોય વેપારી સંસ્થાઓ અને સરકારની વચ્ચે સેતુ બનીને કામ કરે.

ટેક્સ ભરવામાં પણ અગ્રવાલ સમાજનો ખૂબ જ મોટો ફાળો હોવા છતાં સરકારમાં કોઈ જગ્યાએ અગ્રવાલ સમાજના પ્રતિનિધિનું સ્થાન નથી આવનારી ચૂંટણીમાં અગ્રવાલ સમાજના કેન્ડિડેટને પ્રતિનિધિત્વ મળે તેની પણ માગણી કરવામાં આવશે. દેશની અર્થવ્યવસ્થા સહિત સેવાના દરેક ક્ષેત્રમાં અગ્રવાલ સમાજનું યોગદાન હોવાથી તેને અનુરૂપ સમાજ ને રાજનીતિમાં પણ સ્થાન મળે તેવું આગામી ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંગઠન દ્વારા રાજનૈતિક સંમેલનોના આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...