• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Against The Allegation Of Paying More Than Rs 92 Lakh To The Towing Crane In Surat, The Police Said, No Problem, The Rupee Was Paid As Per The Rules.

આરોપ:સુરતમાં ટોઈંગ ક્રેઈનને 92 લાખથી વધુનુ પેમેન્ટ ચૂકવ્યાના આક્ષેપ સામે પોલીસે કહ્યું, કોઈ ગરબડ નહી નિયમ પ્રમાણે રૂપિયા ચૂકવાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉન અને અનલોક દરમિયાન ક્રેઈનના રૂપિયા ચૂકવી કૌભાંડ કરાયાના આક્ષેપ
  • લોકડાઉન દરમિયાન 22માંથી 8 ક્રેઈન ડિટેઈન વાહનો માટે રખાઈ હતી- ટ્રાફિક ડીસીપી

લોકડાઉન અનલોક દરમિયાન ટોઈંગ ક્રેઈન બંધ રાખવાના બદલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 92 લાખ રૂપિયાનું પેમેન્ટ કરા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. RTI એક્ટિવિસ્ટ દ્વારા રાજ્યના ડીજીપીથી લઈને સુરત શહેર પોલીસ કમિશનર અને વિજિલન્સ તેમજ રાજ્યના એસીબીને તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે. જેના જવાબમાં સુરત ટ્રાફિક ડિસપીએ કહ્યું કે, કોઈ ગેરરીતિ થઈ નથી. અમે ડિટેઈન થયેલા વાહનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે 22માંથી આઠ ક્રેઈન લોકડાઉન દરમિયાન અને ત્યાર પછી જરૂરીયાત પ્રમાણે શરૂ રાખી છે. તેમને નિમય મુજબ જ પેમેન્ટ કરવામાં આવ્યાં છે એટલે ગેરરીતિનો સવાલ જ નથી.

RTI એક્ટિવિસ્ટે લોકડાઉન અને અનલોક દરમિયાન ક્રેઈનના નામે રૂપિયાનું કૌભાંડ થયાના આક્ષેપ કર્યા છે.
RTI એક્ટિવિસ્ટે લોકડાઉન અને અનલોક દરમિયાન ક્રેઈનના નામે રૂપિયાનું કૌભાંડ થયાના આક્ષેપ કર્યા છે.

ક્રેઈનો બંધ છતા રૂપિયા ચૂકવાયાના આક્ષેપ
RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે,લોકડાઉન દરમ્યાન બંધ રહેલી ક્રેઈનોનું 92 લાખ જેટલુ પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ અમે પૂરાવાના આધારે કરી રહ્યાં છીએ. સમગ્ર મામલામાં ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકાના પગલે વિવિધ વિભાગોમાં લેખિતમાં ફરિયાદ આપી તપાસની માંગ કરવામાં આવી છે. ક્રેઈનો બંધ રહી તો લાખોનું પેમેન્ટ કરવામાં ક્યાં અધિકારીની શામેલગિરી છે તે હવે તપાસનો વિષય બની રહે છે.એક જ પેનથી અને એક જ દિવસે રિપોર્ટ બનાવીને ચૂકવણા કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ટ્રાફિક ડિસીપી પ્રશાંત સુમ્બેએ તમામ આરોપો પાયાવિહોણા હોવાનું અને નિયમો મુજબ જેટલી સેવા લેવાઈ તેટલા રૂપિયા ચૂકવાયાનું કહ્યું હતું.
ટ્રાફિક ડિસીપી પ્રશાંત સુમ્બેએ તમામ આરોપો પાયાવિહોણા હોવાનું અને નિયમો મુજબ જેટલી સેવા લેવાઈ તેટલા રૂપિયા ચૂકવાયાનું કહ્યું હતું.

પોલીસે તમામ આરોપોને ફગાવ્યાં
ટ્રાફિક ડિસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે,આઠ ક્રેઈર્ન જ ચલાવી હતી. 14 રદ્દ કરી હતી.જેનો ઓર્ડર મે જ કર્યો હતો.ક્રેઈન પાસે અલગ અલગ કામ લેવામાં આવતું હતું. 37 હજાર વાહનો ડિટેઈન કર્યા હતા. આ કામમાં ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાદમાં પોલીસ સ્ટેશનમાંથી માંગ આવતાં વધુ પાંચ ક્રેઈન શરૂ કરવામાં આવી હતી. જમવાનું પહોંચાડવામાં પણ ક્રેઈનનો ઉપયોગ કરાયો..લોકડાઉન ઉઠ્યું પછી જૂન મહિનામાં બધી જ ક્રેઈન શરૂ કરવામાં આવી છે. સ્ટેન્ડ ટુમાં ક્રેઈન હાજર હોય તો તેને બિલ આપવું પડે..દરરોજ કામગીરી થઈ છે. જ્યારે કામગીરી થઈ તેનું બિલ અપાયું છે. જેથી કોઈ જ ફાયનાન્સિલ પ્રોબ્લેમ થયો નથી. લોગબુકને ઈન્ચાર્જ મેઈનટેન કરે છે. એક જ પેનથી લખાયું છે એક જ દિવસે લખાયું છે તે અંગે ચેક કરીશું.