અનોખો વિરોધ:સુરતમાં 'આપ' દ્વારા કોલેજના ખાનગીકરણનો વિરોધ, બ્રિજ પર લટકાવી દીધું 50 બાય 40 ફૂટનું વિશાળ બેનર

સુરત4 મહિનો પહેલા
અઠવાગેટ વિસ્તારમાં બ્રિજ ઉપર 50 બાય 40 ફૂટનું વિશાળ બેનર લગાડવામાં આવ્યું.
 • આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા વિરોધ કરવામાં આવ્યો
 • દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન નવ કોલેજના ખાનગીકરણનો વિરોધ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન નવ જેટલી કોલેજોને ખાનગીકરણ કરવાનો મુદ્દો હવે જોર પકડી રહ્યો છે. આપની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સરકારે નવ કોલેજના ખાનગીકરણ કરવાના નિર્ણય લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા અઠવાગેટ વિસ્તારમાં બ્રિજ ઉપર 50 બાય 40 ફૂટનું વિશાળ બેનર લગાડવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખૂબ જ વિશાળ બેનને જોઈને આસપાસમાંથી પસાર થતા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

એક બેનર જપ્ત કરી લેવામાં આવ્યું
બ્રિજ પર બેનર લગાવવાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળ ઉપર અઠવા પોલીસ પહોંચી હતી તેમજ સુરત કોર્પોરેશનની ટીમ પણ પહોંચી હતી. જે બેનર લગાડ્યું હતું તેને કોર્પોરેશનની ટીમ દ્વારા ઉતારી લેવાયું હતું. છાત્ર યુવા સંગઠન સમિતિ દ્વારા અઠવાગેટ અને મિનિ બજાર ખાતે પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યાં પણ આ જ પ્રકારે મિનિ બજાર વિસ્તારમાં બેનર લગાડીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું હતું પરંતુ બેનર જપ્ત કરી લેતા મિનિ બજાર ખાતેનો કાર્યક્રમ થઈ શક્યો ન હતો.

વિદ્યાર્થીઓને ફી ભરવામાં મુશ્કેલી થવાનો ભય
વિદ્યાર્થીઓને ભય છે કે કોલેજો ખાનગીકરણ અંતર્ગત આવી જાય તો વિદ્યાર્થીઓને ફી ભરવામાં મુશ્કેલી પડી શકે છે તેમજ અન્ય ઘણી બધી મુશ્કેલીઓ સામે આવી શકે છે. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા નવ કોલેજના ખાનગીકરણને લઈને વારંવાર યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને પણ આ બાબતે સમયાંતરે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. વિદ્યાર્થીઓની માગ છે કે ઝડપથી ખાનગીકરણ અંગે જે નિર્ણય લેવાયો છે તેને પરત લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ માટે કોઈ મુશ્કેલી ઊભી ન થાય.

'કોલેજનું કાનગીકરણ બંધ કરો'ના નારા લગાવ્યા.
'કોલેજનું કાનગીકરણ બંધ કરો'ના નારા લગાવ્યા.

વિદ્યાર્થીઓના હિત માટે કોલેજને ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં ફરીથી સામેલ કરવામાં આવે
વિવેક પાટોડીયા (મહામંત્રી, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ) દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા એ રીતે રજૂઆત થઈ છે કે જે કોલેજને VNSGU ખાતે રદ કરીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવી છે તે કોલેજોના વિદ્યાર્થીઓના હિત માટે તે કોલેજને ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં ફરીથી સામેલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેથી કરીને વિદ્યાર્થીઓને ફ્રીમાં વધારો ન થાય જ્યાં સુધી આ પ્રોબ્લેમની સમસ્યા ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ આ 9 કોલેજમાં એડમિશન લઈ શકશે નહીં. જેથી રજૂઆત કરવામાં આવી કે આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ લડત શરૂ કરી છે.

સુરતની કઈ છ કોલેજનું ખાનગીકરણ કરવાનો નિર્ણય?

 • પીટી સાયન્સ કોલેજ
 • વીટી ચોકસી
 • કેપી કોમર્સ
 • એમટીબી
 • એસપીબી
 • પીટી મહિલા

બારડોલીની કઈ 3 કોલેજનું ખાનગીકરણ કરવાનો નિર્ણય?

 • પીઆરબી આર્ટસ
 • પીજીઆર કોમર્સ
 • પાટીદાર જીન કોલેજ