તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Opposition Protests Against Decision To Hold General Meeting Of Surat Municipal Corporation Online, Opposition Threatens To Boycott If Meeting Is Not Held Offline

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ઓનલાઈન યોજવાના નિર્ણયનો વિરોધ, ઓફલાઈન સભા ન યોજાય તો બહિષ્કાર કરવાની વિરોધ પક્ષની ચીમકી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સામાન્ય સભા ઓનલાઈન યોજવાના નિર્ણયનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
સામાન્ય સભા ઓનલાઈન યોજવાના નિર્ણયનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
  • મેયરે વિરોધપક્ષને વિશ્વાસમાં લીધા વગર જ ઓફલાઈનથી ઓનલાઈન સભા યોજવાનો નિર્ણય કર્યો-વિરોધ પક્ષના નેતા
  • સંજીવકુમાર ઓડિટોરીયમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની વ્યવસ્થા હોવા છતાં મેયરે મનસ્વિ નિર્ણય કર્યો- વિરોધ પક્ષ

આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા આવનારી સામાન્ય સભા ઓનલાઇન યોજવા માટેનો નિર્ણય કરાતા વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને મેયર દ્વારા લેવાયેલા નિર્ણયને વખોડી કાઢ્યો હતો. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સામાન્ય સભા ઓફલાઈનને બદલે ઓનલાઈન યોજવાનો નિર્ણય વિરોધ પક્ષને પૂછ્યા વગર લેવામાં આવ્યો છે. મેયરની જવાબદારી છે કે, સામાન્ય સભા અંગેનો કોઈપણ નિર્ણય લે તો તેમાં વિરોધ પક્ષનો મત શું છે તે જાણવું જરૂરી છે. છતાં પણ તેમણે મનસ્વિ રીતે કોરોના સંક્રમણનું કારણ આગળ ધરીને સંજીવકુમાર ઓડિટોરિયમમાં મળનારી સામાન્ય સભાને ઓનલાઇન યોજવા માટેનો નિર્ણય લીધો છે.જેથી માગ પૂરી ન થાય તો ઓનલાઈન સભાનો બહિષ્કાર કરવાની ચીમકી પણ વધુમાં વિરોધ પક્ષના નેતાએ ઉચ્ચારી છે.

વિરોધ પક્ષે પ્રશ્નો ઉભા કર્યા
સુરત મહાનગર પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા 30 માર્ચના દિવસે સંજીવ કુમાર ઓડિટોરીયમ ખાતે મળનાર હતી. તેને રદ કરીને હવે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી સામાન્ય સભાને ઓનલાઇન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ આદમીના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા મેયરના નિર્ણયને લઈને કેટલાક પ્રશ્નો ઊભા કરાયા હતાં. જેમાં તેમણે દલીલ કરી હતી કે, લોકસભા રાજ્યસભા અને વિધાનસભા જ્યારે કોરોના સંક્રમણ વચ્ચે પણ ઓફલાઈન યોજાતી હોય તો સુરત શહેરમાં આ પ્રકારના નિર્ણય શા માટે લેવાયો તેવો પ્રશ્ન ઊભો કર્યો હતો.

ઓડિટોરિયમમાં બધી જ સુવિધા છે
સંજીવકુમાર ઓડિટોરિયમમાં બેઠક વ્યવસ્થા ખૂબ જ સારી ગોઠવી શકાય તેમ છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકે તેવી વ્યવસ્થા હોવા છતાં પણ શા માટે એવો ખોટો હઠાગ્રહ રાખવામાં આવ્યો છે? તે અંગે તેમણે પ્રશ્ન સર્જ્યો હતો.કોરાના ટેસ્ટિંગ માટે પણ ત્યાં વ્યવસ્થા ઊભી કરાઇ શકાય તેમ છે. 120 કોર્પોરેટરો માટે સંજીવ કુમાર ઓડિટોરીયમ ખૂબ જ સુરક્ષિત હોવા છતાં પણ મેયર દ્વારા મનસ્વિપણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બહિષ્કારની ચીમકી
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ આવનારી સામાન્ય સભા જો ઓફલાઈન નહીં યોજાય એટલે કે સંજીવકુમાર ઓડિટોરિયમમાં નહીં યોજાય અને ઓનલાઇન યોજવામાં આવશે, તો તેનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આવનારી સામાન્ય સભામાં તેઓએ આપણા કોઈપણ કોર્પોરેટર ઓનલાઇન હાજર નહીં રહે તેવી વાત કરી છે. સામાન્ય સભા યોજવા ને લઈને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના શાસકો અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો