હજીરા પંથકસ્થિત એમ્યુઝમેન્ટ પાર્ક છબ છબા છબ વોટર પાર્કના સંચાલકો સામેે કલેકટરે 157 કરોડની રિકવરી માટે નોટિસ ફટકારી છે. એમ્યુઝમેન્ટ પાર્ક માટે ગામને ગૌચરની જમીન ભાડે લીધા બાદ સંચાલકોએ ભાડું જ નહીં ચૂકવાતા 48 કરોડના વ્યાજ સાથેની આ રિકવરી કાઢવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.દામકા ગામની ગૌચરની જમીન એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે જય ફન પાર્ક પ્રાઈવેટ લિમિટેડના સંચાલક પોપટભાઇ આકરૂને વર્ષ 1995માં 30 વર્ષ માટે ભાડા પેટે ફાળવવામાં આવી હતી. આ માટે સંસ્થાએ 6.74 લાખ ચો.મી જમીનના ભાડા તેમજ કન્વર્ઝન ટેકસ પણ રાજ્ય સરકારને ચૂકવવાનો હતો.
આ ડીલ વખતે દર 7 વર્ષે ભાડું રિવાઇઝ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સંચાલકોએ વોટર પાર્ક શરૂ કરી દીધો હતો. પરંતુ સરકારને ભાડું ચૂકવ્યું ન હતું. મહેસુલ વિભાગના ઓડિટમાં પાર્કના સંચાલકો દ્વારા ભાડુ નહીં ચૂકવાતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતંુ. હાલમાં આ એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકો પાસે 108.44 કરોડ ભાડા પેટે, 40.44 લાખ કન્વર્ઝન ટેક્ટ અને 48.84 કરોડ જેટલું વ્યાજ મળીને કુલ 157.28 કરોડ જેટલી વસુલાત કાઢવામાં આવી હતી. આ નાણાંની રિકવરી માટે જિલ્લા કલેકટર આયુષ ઓકે ચોર્યાસી મામલતદારને આદેશ કરતાં તેમણે સંચાલકો સામે રિકવરીની નોટિસ કાઢી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.