રાજકીય આક્ષેપ:સુરતમાં AAPનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પર પલટવાર, કહ્યું-'પ્રયોગશાળામાં અખતરા કરીને ગુજરાતને તમામ મોરચે નુકસાન પહોંચાડ્યુ'

સુરત2 મહિનો પહેલા
ભાજપ કરતાં આમ આદમી પાર્ટીની શરૂઆત મજબૂત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
  • આમ આદમી પાર્ટીની 9 વર્ષમાં જ બે રાજ્યોમાં મજબૂત સરકાર બની-મનોજ સોરઠીયા

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકીય નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીથી ડરવાની કોઈ જરૂર નથી. ગુજરાતે ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે. આમ આદમી પાર્ટી ઉપર તેમણે કરેલા પ્રહારને કારણે આમ આદમી પાર્ટી દ્વારા આજે પત્રકાર પરિષદ બોલાવીને તેમને જવાબ આપવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં કહેવાયું કે, પ્રયોગ કરવાનું બંધ કરો તમામ મોરચે ગુજરાતને નુકસાન થયું છે.

પ્રયોગશાળામાં અખતરા થાય છે
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી ભાજપને પ્રયોગશાળા માની રહી છે. તેમણે આ પ્રયોગ શાળામાં કેવા કેવા અખતરા કર્યા છે. તેની વાત લોકોને કરવી જોઈએ. તેમણે કરેલા ખતરાને કારણે ગુજરાતને તમામ મોરચે નુકસાન થયું છે. આમ આદમી પાર્ટી ખૂબ ઓછા સમયમાં દેશભરમાં પોતાની છાપ છોડી રહી છે. લોકોને તેનામાં ભરોસો દેખાઈ રહ્યો છે. તેને કારણે લોકો વિજય અપાવી રહ્યા છે.

9 વર્ષમાં આપ મજબૂત સ્થિતિમાં
ભાજપ ભલે અહંકારમા આવીને નિવેદન કર્યું હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે, અમે માત્ર 9 વર્ષના સમયગાળા દરમિયાન જ બે રાજ્યમાં મજબૂત રીતે સત્તામાં આવી ગયા છીએ. સુરત જેવા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીને હંફાવી દીધી હતી. તેમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરાવી દીધી હતી. જે.પી.નડ્ડા જવાબ આપવો જોઇએ કે, તેમની પાર્ટીની સ્થાપના પછી તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 24 વર્ષ બાદ જગ્યા કરી શક્યા હતા. માંડ બે સાંસદો આ પાર્ટી પાસે હતા. આમ આદમી પાર્ટીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.પંજાબમાં ભાજપનો એકડો પૂરો કરી દીધો છે.

કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપવામાં આવી હતી.
કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપવામાં આવી હતી.

કેજરીવાલ આદિવાસી સંમેલન સંબોધશે
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે ભરૂચના માલજીપુરા ખાતે આદિવાસી સંમેલન સંબોધવાના છે. BTP પાર્ટીના છોટુ વસાવા પણ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. આદિવાસીઓના હક્ક અને અધિકાર માટે અવાજ ઉઠાવવામાં આવશે.

ભાજપને 24 વર્ષ લાગ્યા,આમ આદમી પાર્ટીએ 9 વર્ષમાં બે રાજ્યાેમાં પાેતાની સરકાર બનાવી
આપના સંગઠન મહામંત્રી મનાેજ સાેરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપની કાર્યપદ્ધતિથી લાેકાે પરેશાન છે. ભાજપને શીર્ષ પર પહાેંચવામાં તેની સ્થાપનાથી લઇ 24 વર્ષ લાગી ગયા.શરૂઆતમાં તેમના બે સાંસદ હતા. ભાજપની સરખામણીમાં આમ આદમી પાર્ટીએ તેની સ્થાપના માત્ર 9 વર્ષના સમયગાળામાં જ બે રાજ્યાેમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી લીધી.