સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 116 કેસ નોંધાયા હતા. શહેરમાં 52 અને જિલ્લામાં 21 મળી શહેર-જિલ્લામાં 73 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 568 થઈ છે. 2 વિદ્યાર્થી, એમ્બરોઇડરી વર્કર, ટેકસટાઈલ વેપારી સહિતના લોકો સંક્રમિત થયા છે.
73 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
હત રોજ કોરોનાના કેસમાં વધારો થયો છે. જિલ્લામાં શહેર કરતા વધુ કેસ નોંધાયા હતા. શહેરમાં 52 અને જિલ્લામાં 64 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 116 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 208745 થઈ છે. શહેરમાં 52 અને જિલ્લામાં 21 મળી શહેર-જિલ્લામાં 73 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 205936 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.
એક્ટિવ કેસની સંખ્યા વધીને 568 થઈ
જિલ્લામાં વધેલા કેસને પગલે એક્ટિવ કેસમાં ફરી વધારો થયો છે. શુક્રવારે શહેરમાં 343 અને જિલ્લામાં 225 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 568 થઈ છે. શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં 2 વિદ્યાર્થી, એમ્બ્રોઇડરી વર્કર, ટેક્સટાઈલ વેપારી, ફરસાણ વેપારી, ડેન્ટિસ્ટ અને નોકરિયાતો સહિતનાઓ સંક્રમિત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.