અનલોક ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતમાં ફરી જીમ ધમધમ્યા, જીમ સંચાલકે કહ્યું- શારીરિક રીતે સ્વસ્થ થઈ જશું, પણ આર્થિક નુકશાને તોડી નાખ્યા

સુરત6 મહિનો પહેલા
3 મહિના બાદ ફરી જીમ શરૂ થયા.
  • જીમ બંધ હોવાથી જીમ સાથે સંકળાયેલા કેટલાય પરિવારો આર્થિક સંકડામણમાં મુકાયા હતા

આજથી મિની લોડકાઉનના અનલોકમાં વધારે છૂટછાટ આપવામાં આવી છે. જેમાં જીમ શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. સરકારે જીમને શરૂ કરવાની પરવાનગી આપતા જીમ સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે. આજથી સુરત શહેરના જીમ ફરી ધમધમતા થયા છે. જીમ સંચાલકે જણાવ્યું હતું કે, શારીરિક રીતે સ્વસ્થ થઈ જશું, પણ આર્થિક નુકશાને તોડી નાખ્યા છે.

કોરોનાકાળમાં જીમ લગભગ 10 મહિના બંધ રહ્યા
કોરોનાકાળમાં સૌથી પહેલાં જીમ, મલ્ટીપ્લેક્સ થિયેટરો, સ્વિમિંગ પુલ વગેરે બંધ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને કારણે લાંબા સમય સુધી તેને બંધ રાખવાનો સરકારે નિર્ણય લીધો હતો. કોરોનાકાળમાં સૌથી પહેલાં જે બંધ થયા હતા તે અંતમાં શરૂ થયા છે. કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં લગભગ સાતથી આઠ મહિનાના સમય સુધી જીમ બંધ રહ્યા હતા. ત્યારબાદ બીજા શહેરમાં પણ ત્રણ મહિનાથી વધુ સમય સુધી જીમ બંધ રહેતા જીમ સંચાલકોની મુશ્કેલીઓ વધી હતી.

જીમ બંધ હોવાને કારણે મેન્ટેનન્સ પણ કરી શકે તેની સ્થિતિ ન હતી
સુરત શહેરમાં અંદાજે બસોથી અઢીસો જેટલા જીમ આવેલા છે. મોટાભાગના જીમ ભાડા પર લીધેલી પ્રોપર્ટીમાં ચાલી રહ્યા હતા. જીમ બંધ હોવાને કારણે મેન્ટેનન્સ પણ યોગ્ય રીતે કરી શકાય તેવી સ્થિતિમાં ન હતા. કારણ કે આવકના તમામ સાધનો બંધ થઈ ગયા હતા. સરકારે જ્યારે જ્યારે કર્ફ્યૂમાં કે મિની લોકડાઉનમાં નાની-મોટી છૂટછાટો આપી હતી. જેમાં જીમને બાકાત રાખ્યા હતા. જેને કારણે જીમ સાથે સંકળાયેલા કેટલાય પરિવારો આર્થિક સંકડામણમાં મુકાયા હતા.

જીમ શરૂ થતા સંચાલક અને વર્કઆઉટ કરવા આવતા લોકોમાં ખુશી.
જીમ શરૂ થતા સંચાલક અને વર્કઆઉટ કરવા આવતા લોકોમાં ખુશી.

જીમ બંધ હોવાથી તંદુરસ્તી ઉપર પણ અસર થઈ
વર્ષોથી વર્કઆઉટ કરતા ચેતન દેસાઈએ જણાવ્યું કે, કોરોનાના કારણે જીમ છેલ્લા ઘણા સમયથી બંધ હતા. હું પોતે 10થી 12 વર્ષથી વર્કઆઉટ કરું છું. તંદુરસ્ત રહેવું એ મારો શોખ છે. જીમ બાબતે ખૂબ જ ગંભીરતાથી કામ કરું છું પરંતુ કોરોના સંક્રમણ કારણે હું જીમમાં આવી શકતો ન હતો અને તેના કારણે મારી તંદુરસ્તી ઉપર પણ અસર થઈ છે. આખરે સરકારે જે નિર્ણય લીધો છે તેનાથી થોડી રાહત થઇ છે. અમારા જેવા ઘણાય કામ કરનારા વ્યક્તિઓ માટે ખુશીના સમાચાર છે. સરકારે અત્યાર સુધી જે પણ નિર્ણય કર્યા છે તે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ લીધા છે.

સરકારે અત્યાર સુધી જે પણ નિર્ણય કર્યા છે તે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ લીધા છે.
સરકારે અત્યાર સુધી જે પણ નિર્ણય કર્યા છે તે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ લીધા છે.

સરકારીની લાઈડલાઈનનું ચુસ્ત પાલન
એથ્લેટિકા જીમના ફિટનેસ ટ્રેનર ડિમ્પલ ભગતે જણાવ્યું કે, જીમનો વ્યવસાય અત્યારે ખૂબ જ આર્થિક સંકડામણમાંથી પસાર થઇ રહ્યો છે. અનેક લોકો જીમ થકી રોજગારી મેળવે છે. સુરત શહેરમાં અનેક પરીવારો જીમ ઉપર નભી રહ્યા છે. શહેરમાં ચાલતા જ જીવનના સંચાલકો દ્વારા વારંવાર સરકારને રજૂઆત કરીને જીવન શરૂ કરવા માટેની માંગણી એટલા માટે જ કરતા હતા કે અમે આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકીએ અને લોકો પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે પરંતુ આખરે સરકારે જેની લીધો છે તેના અમે સ્વીકારીએ છીએ અને જે સૂચનાઓ આપી છે તે મુજબ અમે લોકોના આરોગ્ય ઉપર કોઈપણ પ્રકારની આડઅસર ન થાય તે માટે તમામ નિયમોનો અમલ કરી રહ્યા છે.