નિર્ણય:સિવિલમાં બપોરની OPD-કેસ બારી હવે 3થી 5 ચાલશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હેલ્થ મિશન સાથેની બેઠકમાં લેવાયેલો નિર્ણય
  • દર્દીઓએ રિપોર્ટ બતાવવા 3 કલાક રાહ નહીં જોવી પડે

નવી સિવિલ હોસ્પિટલમાં હવે બપોર પછીની કેસ બારી અને ઓપીડીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે રિપોર્ટ બતાવવા માટે 3 કલાક સુધી રાહ જોતાં દર્દીઓને મોટી રાહત મળશે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કેસ બારીનો સમય પહેલા સવારે 8ઃ30 વાગ્યાથી બપોરે 12ઃ00 વાગ્યાનો અને ઓપીડીનો સમય સવારે 9ઃ00 વાગ્યાથી બપોરે 1ઃ00 વાગ્યા સુધીનો હતો ત્યાર બાદ 3 કલાકના વિરામ બાદ બપોરે 3ઃ30 વાગ્યે કેસ બારી શરૂ થતી હતી અને 5ઃ00 વાગ્યા સુધી ચાલતી હતી. આ ઉપરાંત ઓપીડી 4ઃ00 વાગ્યે શરૂ થતી હતી અને 6ઃ00 વાગ્યા સુધી ચાલતી હતી.

જેના કારણે સવારની ઓપીડીમાં આવતા દર્દીઓને ઘણી વખત એક્ષરે કે સોનોગ્રાફી કરાવવામાં સમય લાગવાના કારણે ઓપીડીનો સમય પુરો થઈ જતા તબીબોને રિપોર્ટ બતાવવા માટે 3 કલાક સુધી રાહ જોવી પડતી હતી. જો કે, નેશનલ હેલ્શ મિશનના મેનેજીંગ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં શુક્રવારે એક મીટીંગ મળી હતી. જેમાં કેસ પેપર બારીનો અને ઓપીડીનો સમય બદલવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સવારની ઓપીડીનો સમય યથાવત રહેશે જ્યારે હવેથી બપોર પછીની કેસ બારી બપોરે 2ઃ30થી સાંજે 4ઃ00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને ઓપીડી બપોરે 3ઃ00 વાગ્યાથી સાંજે 5ઃ00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

અન્ય સમાચારો પણ છે...