મેઘ મહેર:સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા બફારામાંથી લોકોએ રાહત મેળવી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગરમીથી ત્રસ્ત થયેલા સુરતીઓને વરસાદ વરસતા  હાશકારો - Divya Bhaskar
ગરમીથી ત્રસ્ત થયેલા સુરતીઓને વરસાદ વરસતા હાશકારો

સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય બફારો થતો હતો. સુરતીઓ ગરમીથી પણ ત્રસ્ત હતાં. આજે બપોર બાદ વાતાવરણમાં ધૂળની ડમરીઓ ઉડતી દેખાય હતી. આખરે મોડી સાંજથી જ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

ગાજવીજ સાથે વરસાદ
સુરત શહેર દરિયાકિનારે આવ્યું હોવાથી બફારો સુરતીઓ ખૂબ અનુભવતા હોય છે. વિશેષ કરીને ચોમાસા દરમિયાન બફારો સુરતીઓને પરેશાન કરે છે. મોડી સાંજથી જ પાલ અડાજણ, રાંદેર ,રિંગરોડ, વેસુ જેવા વિસ્તારમાં વરસાદી માહોલ જામી ગયો હતો. આખરે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

મેઘમહેર થતા ઠંડક પ્રસરી
શહેરમાં ગણપતિ વિસર્જનની પૂર્વ સંધ્યાએ જ વરસાદી ઝાપટા શરૂ થયા છે. ગણેશ પંડાલોમાં આરતીના સમય દરમિયાન પવન સાથે વરસાદ આવતા મુશ્કેલી ઊભી થઈ હતી. જો કે, અસહ્ય ગરમીથી ત્રસ્ત થયેલા સુરતીઓને વરસાદથી થોડી રાહત મળી છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા સુરતી લાલાઓ હાશકારો અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...