આત્મહત્યા:બે વખત છુટાછેડા અને ત્રીજા પતિનું મોત થતાં પત્નીએ ઝેર પીધું

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેડરોડની પરિણીતાએ ડિપ્રેશનમાં પગલું ભર્યું

બે વખત છુટાછેડા અને ત્રીજા લગ્ન બાદ પતિનું અવસાન થતા હતાશ થઇ ગયેલી પરિણિતાએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે ચોક બજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વેડરોડ લક્ષ્મી નગર સોસાયટી ખાતે રહેતી 35 વર્ષીય કિર્તીબેન મનસૂખભાઈ વ્યાસના પતિનું 6 મહિના પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. શુક્રવારે બપોરે કિર્તીબેન વ્યાસે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.

અગાઉ કિર્તીબેનના બે લગ્ન થયા હતા જેમાં છુટાછેડા થઈ ગયા હતા અને ત્રીજા લગ્ન બાદ પતિનું અકસ્માતમાં અવસાન થતા તે પતિના વિરહમાં ડિપ્રેશનમાં રહેતી હતી. જેના કારણે તેમણે આપઘાતનંું પગલું ભર્યું હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મહિલાના આત્મહત્યાના બનાવ અંગે ચોકબજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...