સચિન ખાતે આવેલા એસઈઝેડ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન)માંથી મીત કાછડિયાએ લેબગ્રોન હીરાની સાથે નેચરલ હીરાની ભેળસેળ કરીને 600 કરોડનું કૌભાંડ કર્યુ હતું. જેથી હવે હવે એસઈઝેડમાંથી અન્ય કોઈ વેપારી કૌભાંડ કરે તો તરત જ પકડાઈ જાય તે માટે એસઈઝેડમાં હીરાની ચકાસણી માટેનું મશીન મુકવામાં આવ્યું છે. સચિનમાં આવેલા એસઈઝેડમાં 120 જેટલા યુનિટો કાર્યરત છે. જેમાંથી 94 જેટલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો છે. દરમિયાન ગત 30 મે ના રોજ મિત કાછડિયાએ શરૂ કરેલી યુનિવર્સલ ડાયમંડ કંપનીનું કૌંભાડ પકડાયું હતું.
સચિન એસઇઝેડમાંથી મિત કાછડિયા દ્વારા સિન્થેટિક ડાયમંડની સાથે ભેળસેળ કરીને નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરવામાં આવતા હતાં. ડીઆરઆઇ-કસ્ટમે આ ડાયમંડ સાચા છે કે સિન્થેટિક છે તેની તપાસ કરી હતી જેના લેબ રિપોર્ટમાં લગભગ તમામ ડાયમંડ ઓરિજિનલ હોવાનો ખુુલાસો થયો છે. જુજ ડાયમંડ જ સિન્થેટિક હતાં.
આ કૌભાંડમાં મિત કાછડિયાએ 600 કરોડ રૂપિયાનું કૌંભાડ કર્યુ હતંુ. હવે અન્ય એસઈઝેડમાં અન્ય કોઈ યુનિટ દ્વારા આ પ્રકારનું કૌભાંડ ન આચવારમાં આવે તે માટે 50 લાખ રૂપિયાનું ડાયમંડ ડિટેક્શન મશીન મુકવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ રંગના આધારે લેબગ્રોન ડાયમંડ છે કે, નેચરલ ડાયમંડ તેની ઓળખ થઈ શકશે. લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં એક ડાયમંડ પણ નેચરલ હશે તો આ મશીન પકડી પાડશે.
મશીનની ટ્રેઈનિંગ માટે ટીમને મુંબઈ મોકલી
સુરત એસઈઝેડમાં હીરાની ચકાસણી માટે જે મશીન મુકવામાં આવ્યું છે તેવું મશીન મુંબઈમાં છે. સુરત એસઈઝેડની ટીમ મશીન ચલાવતા શીખી શકે તે માટે ટીમને મુંબઈ મોકલવામાં આવી છે. મશીન આવી ગયું છે. એક અઠવાડિયામાં આ મશીન ચાલુ કરી દેવામાં આવશે.
મિત કાછડિયાના કૌભાંડ પછી વિચાર આવ્યો
એસઇઝેડના ડેવલપમેન્ટ કમિશનર વિરેન્દ્ર સિંઘે કહ્યું હતું કે, ‘મિત કાછડિયા દ્વારા લેબગ્રોન સાથે નેચરલ હીરાની ભેળસેળ કરીને એક્સપોર્ટ કરવાનું કૌભાંડ કરાયા બાદ આ વિચાર આવ્યો હતો. 50 લાખ રૂપિયાનું મશીન એસઈઝેડમાં મુકવામાં આવ્યું છે, હવે આવુ કૌભાંડ થઈ શકશે નહીં.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.