તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB IMPACT:સુરતમાં દિવ્યભાસ્કરના અહેવાલ બાદ ગેરકાયદે ચાલતા પાણીના વેપલા પર પાલિકાની તવાઈ, BIS કે ISI સર્ટી વગરના મિનરલ વોટર પ્લાન્ટ સીલ કરવાની કામગીરી શરૂ

સુરતએક મહિનો પહેલા
દિવ્યભાસ્કરના અહેવાલ બાદસફાળા જાગેલા તંત્રએ ગેરકાયદે ચાલતા પાણીના પ્લાન્ટ પર સીલની કામગીરી હાથ ધરી હતી.
  • શહેરમાં ધમધમતા ગેરકાયદે મિનરલ વોટરના પ્લાન્ટ પર ઉધના, કતારગામ સહિતના વિસ્તારોમાં કામગીરી
  • લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં ગેરકાયદે પ્લાન્ટ પર પહોંચી પાલિકાએ સીલ મારવાની કામગીરી હાથ ધરી

લોકોના આરોગ્યને જોખમમાં મૂકતા મિનરલ વોટરના પ્લાન શહેરમાં બિલાડીની ટોપની જેમ ફૂલ્યા ફાલ્યા હોવાનો અહેવાલ દિવ્યભાસ્કર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઈને પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ઉધના, કતારગામ સહિતના વિસ્તારોમાં ટીમ બનાવીને ગેરકાયદે ચાલતા મિનરલ વોટરના પ્લાન્ટ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ISI કે BIS સર્ટી વગર ધમધમતા પ્લાન્ટ અંગે દિવ્યભાસ્કરે જે વિગતો રજૂ કરી હતી. તે પ્લાન્ટ પર પાલિકાએ કામગીરી હાથ ધરીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ DB સ્ટિંગ ઓપરેશન:સુરતમાં 5 લાખ લિટર અશુદ્ધ પાણીના કાળા કારોબારનો પર્દાફાશ,રોજના બે લાખ લોકો પીવે ગંદુ પાણી, 50 ટકા પ્લાન્ટ લાયસન્સ વિનાના

બે દિવસ પહેલા અહેવાલ રજૂ કર્યો હતો
પાલિકાના હદ્દ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે પાણીના પ્લાન્ટ વિષે બે દિવસ અગાઉ જ વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આરોગ્યને કેટલું નૂકસાન ગેરકાયદે પ્લાન્ટ દ્વારા થઈ શકે છે તે સહિતની બાબતો અને શહેરના અલગ અલગ વિસ્તારમાં કેટલા પ્લાન્ટ ચાલે છે તથા રોજે રોજ બે લાખ લોકોને શુદ્ધ પાણીના નામે બોટલમાં અશુદ્ધ પાણી કેવી રીતે પીવડાવવામાં આવે છે. તથા સમગ્ર કાળો કારોબાર અંગેની વિગતો રજૂ કરી હતી. જેના કારણે સફાળા જાગેલા તંત્ર દ્વારા કાર્યવાહી કરીને ગેરકાયદે ચાલતા પ્લાન્ટને સીલ કરવામાં આવ્યાં છે.

સુરત પાલિકાના ચાર ઝોનમાં ફૂડ, આરોગ્ય સહિતની ટીમોએ સાથે મળી રેડ કરી હતી.
સુરત પાલિકાના ચાર ઝોનમાં ફૂડ, આરોગ્ય સહિતની ટીમોએ સાથે મળી રેડ કરી હતી.

શહેરના ચારેય ઝોનમાં પાલિકાની કામગીરી
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ વગર ચાલતા મિનરલ વોટર પ્લાન્ટ પર આરોગ્ય અને ફૂડ વિભાગને ટીમ શહેરભરમાં ત્રાટકી હતી. શહેરના 4 ઝોનમાં મિનરલ વોટર પ્લાન્ટ જે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા હતા તેમને સીલ કરવામાં આવ્યા છે. દિવસભર અલગ-અલગ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.થોડા દિવસ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા મિનરલ વોટર પ્લાન્ટમાં પાણી ના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં ઘણા બધા સેમ્પલ ફેલ થયા હતા. તેમજ કેટલાક મિનરલ વોટર પ્લાન્ટના સંચાલકો પાસે લાયસન્સ પણ ન હતું.

પાલિકાના અધિકારીઓએ ટીમો બનાવીને કામગીરી હાથ ધરી હતી.
પાલિકાના અધિકારીઓએ ટીમો બનાવીને કામગીરી હાથ ધરી હતી.

ગેરકાયદે પ્લાન્ટ ધારકો શટર બંધ કરી નાસી ગયા
અગાઉ પ્લાન્ટને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ નોટિસ ફટકાર્યા બાદ પણ જેમણે સર્ટીફીકેટ લીધું નથી. તેમના પ્લાન્ટને આજે સીલ કરવામાં આવ્યા હતા .એક સાથે ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સીલની કામગીરી હાથ ધરાતા લિંબાયત ,કતારગામ ,રાંદેર ઝોનમાં ગેરકાયદેસર રીતે ચાલતા મિનરલ વોટર પ્લાન્ટના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. કેટલાક પ્લાન્ટના સંચાલકોને જાણ થતાની સાથે જ પોતાનો પ્લાન્ટ બંધ કરી દીધો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પહોંચીને તેમાં પ્લાન્ટને પણ સીલ કરવામાં આવ્યા હતાં.

પાલિકાએ માર્શલને સાથે રાખીને કામગીરી હાથ ધરી હતી.
પાલિકાએ માર્શલને સાથે રાખીને કામગીરી હાથ ધરી હતી.

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પ્લાન્ટ ધમધમે છે
મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સંચાલકો સામે સમયાંતરે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવીખૂબ જ જરૂરી છે. શહેરમાં કેટલાય એવા મિનરલ વોટર પ્લાન્ટ છે કે જે નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા હોય છે. તેના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ તેની વિપરીત અસર થતી હોય છે.લોકોના આરોગ્ય સાથે મિનરલ વોટરના નામે તેના કરતાં તમામ પ્લાન્ટ ઉપર સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે શહેરમાં અલગ-અલગ ઝોનમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે મિનરલ વોટર પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યા છે.

પાલિકાની રેડ શરૂ થતાં જ ગેરકાયદે પ્લાન્ટ ધારકો પ્લાન્ટ બંધ કરીને જતા રહ્યાં હતાં.
પાલિકાની રેડ શરૂ થતાં જ ગેરકાયદે પ્લાન્ટ ધારકો પ્લાન્ટ બંધ કરીને જતા રહ્યાં હતાં.

ત્રણ વિભાગે સાથે મળીને રેડ કરી
શહેરના આરોગ્ય અધિકારી ડી. ડી. ઠાકોરએ જણાવ્યું હતું કે,શહેરીવિકાસ ખાતુ, ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે મળીને રેડ કરી છે. શહેરના ચાર ઝોનમાં કામગીરી હાથધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ જ રીતે લાયસન્સ અને સર્ટી વગર ચાલતાં પાણીના પ્લાન્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો