તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી જતા રહ્યા બાદ તબીબ MLC કરાવવા માટે પહોંચ્યા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાઈક પરથી પટકાતા ઈજાગ્રસ્ત થયેલા યુવકનું જે તે સમયે એમએલસી કરાવવાની જગ્યાએ ૭ દિવસ પછી દર્દી જતા રહ્યા બાદ એમએલસી કરાવતા વિવાદ ઉભો થયો છે. વોર્ડમાંથી તબીબે એમએલસી કરાવતા પોલીસ કર્મચારી દર્દીની પુછપરછ માટે વોર્ડમાં ગયા હતા. ત્યારે વોર્ડમાં દર્દી ઘણા સમયથી હાજર જ ન હોવાનું સામે આવ્યું હતું.

સચીન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા દિનેશ ગજરાજ સિંગ(૨૮) દસ દિવસ પહેલા પોતાની બાઈક ચલાવી જતી વખતે પટકાયા હતા. બુધવારે સવારે વોર્ડના ડો. તેજસ પટેલે ૭ દિવસ બાદ આ કેસમાં પોલીસ એમએલસી ઈન્ફોર્મ કરવા માટે પોલીસ ચોકીમાં કેસ પેપર મોકલ્યા હતા. જેથી દર્દીની હિસ્ટ્રી પુછવા માટે ચોકીમાં હાજર પોલીસ હેડ કોન્સ્ટેબલ મિલીનકુમાર કાંતીલાલ વોર્ડમાં તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે દર્દી વોર્ડમાં મળી આવ્યું ન હતું. જેથી પોલીસે વોર્ડમાં પુછપરછ કરતા દર્દી ત્યાં પહેલા થી જ હાજર ન હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...