વેક્સિન:તેલની સ્કીમ પછી ઉધનામાં સૌથી વધુ 62 હજાર લોકોએ બીજો ડોઝ મુકાવ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વરાછા-એમાં 44 હજાર, વરાછા-બીમાં 41 હજારે બીજો ડોઝ મુકાવ્યો

ફ્રી તેલની સ્કીમ શરૂ થયાના 23 દિવસમાં પાલિકાએ વેક્સિનનો બીજો ડોઝ લેનાર 3,24,572ને 1 લીટર તેલ ફ્રીમાં આપ્યું છે. જો કે મફતમાં તેલ આપવાની સ્કીમ બાદ પણ હાલની સ્થિતિએ શહેરમાં 4.41 લાખ લોકો એવા છે જેમનો સેકન્ડ ડોઝ મુકાવવાનો સમય થઇ ગયો હોવા છતાં મુકાવવા ગયા નથી. તેલના પાઉચનો સૌથી વધુ લાભ ઉધનામાં 62899, લિંબાયતમાં 62526 અને વરાછામાં 44780 લોકોએ લીધો છે.

ક્યાં ઝોનમાં કેટલા પાઉચ

ઝોનપાઉચ વિતરણ
સેન્ટ્રલ18484
અઠવા19220
રાંદેર23468
વરાછા-બી41009
વરાછા-એ44780
કતારગામ52186
લિંબાયત62526
ઉધના62899
કુલ324572
અન્ય સમાચારો પણ છે...