તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હાઈટ ટાઇગર:સિંહ બાદ સુરતીઓને નવા વર્ષમાં સફેદ વાઘ જોવા મળશે

સુરત6 મહિનો પહેલા
 • કૉપી લિંક
નજીકના દિવસોમાં વ્હાઇટ ટાઇગર સુરત નેચરપાર્કની શોભામાં અભિવૃદ્ધિ કરશે - Divya Bhaskar
નજીકના દિવસોમાં વ્હાઇટ ટાઇગર સુરત નેચરપાર્કની શોભામાં અભિવૃદ્ધિ કરશે
 • ઉનાળા વેકેશન પહેલાં સરથાણા ઝૂમાં વ્હાઈટ ટાઇગર લાવવા તૈયારી
 • રાજકોટથી વ્હાઈટ ટાઇગર લાવવા મૌખિક મંજૂરી

સરથાણા નેચર પાર્કમાં 5વર્ષના વહાણા બાદ સિંહની જોડી આવતાં નેચર પાર્કની શોભામાં અભિવૃત્તિ થઈ છે, હવે આગમી વર્ષમાં પાલિકાના નેચર પાર્કમાં સફેદ વાઘના આકર્ષણનું નવું છોગું ઉમેરાઈ તેવી શક્યતા છે. જો તમામ પ્રક્રિયાઓ સુપેરે પાર પડશે તો ઉનાળા વેકેશન પહેલાં વ્હાઈટ ટાઇગર શહેરીજનોનું આકર્ષણનું કેન્દ્ર બને તેમ છે. મહત્ત્વની બાબત એ છે કે રાજકોટ ઝૂમાંથી જ વ્હાઈટ ટાઈગર મેળવવામાં આવશે. તે માટેની મૌખિક મંજુરીઓ પણ મળી ગઈ છે. આગામી દિવસોમાં પાલિકા આ મામલે પેપરવર્ક હાથ ધરશે.

છત્તીસગઢથી રાજકોટ ઝૂમાં લવાયો હતો
રાજકોટ ઝુ દ્વારા પણ બેલાઈ છત્તીસગઢેથી વ્હાઈટ ટાઈગર મેળવાયા હતાં. બ્રિડીંગ બાદ જેને 6થી 8 બચ્ચા હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યુ હતું.

અગાઉ પણ રાજકોટ પાસે એપ્રોચ કરાયો હતો
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ અગાઉ રાજકોટ ઝૂ પાસે વ્હાઈટ ટાઈગર માટે એપ્રોચ કરાતા તેમણે 4 જળ બિલાડીઓ માંગી હતી. છત્તીસગઢના નયા રાયપુર દ્વારા મંજૂરી મળતા નેચર પાર્કમાં સિંહની જોડી આખરે પાંચ વર્ષ બાદ આવી છે.

જિનેટિકલી મોડીફાઈડ થઈ વ્હાઈટ ટાઈગર બન્યા છે!
જિનેટિકલી મોડીફાઈડ થઈ ને વ્હાઈટ ટાઈગર બન્યા છે. નૉર્મલ ટાઈગરમાં પણ 80 ટકા જીન હોય તો એક નૉર્મલ અને બીજુ બચ્ચુ વ્હાઈટ થાય છે. તેમ જીવ સૃષ્ટિ નિષ્ણાત જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો