તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરથાણા નેચર પાર્કમાં 5વર્ષના વહાણા બાદ સિંહની જોડી આવતાં નેચર પાર્કની શોભામાં અભિવૃત્તિ થઈ છે, હવે આગમી વર્ષમાં પાલિકાના નેચર પાર્કમાં સફેદ વાઘના આકર્ષણનું નવું છોગું ઉમેરાઈ તેવી શક્યતા છે. જો તમામ પ્રક્રિયાઓ સુપેરે પાર પડશે તો ઉનાળા વેકેશન પહેલાં વ્હાઈટ ટાઇગર શહેરીજનોનું આકર્ષણનું કેન્દ્ર બને તેમ છે. મહત્ત્વની બાબત એ છે કે રાજકોટ ઝૂમાંથી જ વ્હાઈટ ટાઈગર મેળવવામાં આવશે. તે માટેની મૌખિક મંજુરીઓ પણ મળી ગઈ છે. આગામી દિવસોમાં પાલિકા આ મામલે પેપરવર્ક હાથ ધરશે.
છત્તીસગઢથી રાજકોટ ઝૂમાં લવાયો હતો
રાજકોટ ઝુ દ્વારા પણ બેલાઈ છત્તીસગઢેથી વ્હાઈટ ટાઈગર મેળવાયા હતાં. બ્રિડીંગ બાદ જેને 6થી 8 બચ્ચા હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યુ હતું.
અગાઉ પણ રાજકોટ પાસે એપ્રોચ કરાયો હતો
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ અગાઉ રાજકોટ ઝૂ પાસે વ્હાઈટ ટાઈગર માટે એપ્રોચ કરાતા તેમણે 4 જળ બિલાડીઓ માંગી હતી. છત્તીસગઢના નયા રાયપુર દ્વારા મંજૂરી મળતા નેચર પાર્કમાં સિંહની જોડી આખરે પાંચ વર્ષ બાદ આવી છે.
જિનેટિકલી મોડીફાઈડ થઈ વ્હાઈટ ટાઈગર બન્યા છે!
જિનેટિકલી મોડીફાઈડ થઈ ને વ્હાઈટ ટાઈગર બન્યા છે. નૉર્મલ ટાઈગરમાં પણ 80 ટકા જીન હોય તો એક નૉર્મલ અને બીજુ બચ્ચુ વ્હાઈટ થાય છે. તેમ જીવ સૃષ્ટિ નિષ્ણાત જણાવે છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.