તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After The First 1000 Cases Were Reported In 89 Days In Surat, 1000 Cases Every 4 Days For The Last Three And A Half Months, There Is No Difference In Speed

કોરોના સંક્રમણ:સુરતમાં પહેલા 1000 કેસ 89 દિવસે નોંધાયા બાદ છેલ્લા સાડા ત્રણ મહિનાથી દર 4 દિવસે 1000 કેસ, રફ્તારમાં કોઈ ફરક નહીં

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં કોરોના કેસ 33 હજારને પાર, રિકવર થનારની સંખ્યા 30 હજારને પાર

સુરત શહેરમાં કોરોનાની રફતારમાં કોઈ ફરજ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં હાલ 33 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં પહેલા 1000 કેસ 89 દિવસે એટલે કે લોકડાઉનના સમય દરમિયાન નોંધાયા હતા. જોકે, ત્યારબાદ અનલોક જાહેર કરતા કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી દર ચાર દિવસે 1000 કેસ નોંધાઈ રહ્યા છે. જુલાઈ મહિનાથી કોરોનાના કેસમાં વધારો થયો હતો. જે હાલ પણ 250થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

કોરોનાના કેસની સામે 90.72 ટકા દર્દી રિકવર
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 33 હજારને પાર કરી 33181 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 974 થયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 30 હજારને પાર કરી 30102 થઈ ગઈ છે. એક રાહત એ છે કે, કોરોનાના કેસની સામે 90.72 ટકા લોકો રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે કોરોનાનો ડેથ રેટ 2.93 ટકા છે.

જૂન મહિનાથી કેસમાં વધારો થવાનું શરૂ થયું
19 માર્ચના રોજ સુરત શહેરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ત્યારબાદ લોકડાઉનના કારણે કોરોના કાબૂ રહ્યો હતો. માર્ચથી લઈને 14 જૂન સુધીમાં સુરતમાં 1000 કેસ થયા હતા. જોકે, અનલોકના કારણે જૂન મહિનાથી જ કેસ વધવાનું શરૂ થયું હતું. જૂન મહિનામાં 14, જુલાઈની શરૂઆતમાં 6 અને ત્યારબાદ 4 દિવસમાં 1000 કેસ નોંધાવાનું શરૂ થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી દર 4 દિવસે કોરોનાના 1000 કેસ નોંધાઈ રહ્યા છે.

જુલાઈમાં 9 દિવસમાં 100 દર્દીના મોત થયા હતા
22 માર્ચના રોજ સુરત શહેર જિલ્લામાં કોરોનાથી પહેલું મૃત્યુ થયું હતુ. સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 974 કોરોના દર્દીના મોત થયા છે. હાલ સુરત શહેરનો ડેથ રેટ 2.93 ટકા છએ. જોકે, તે જુલાઈમાં ખૂબ જ ઉંચો હતો. 9 દિવસમાં જ 100 લોકોના મોત થયા હતા. જોકે, હાલ 25 દિવસે 100 લોકોના મોત થઈ રહ્યા છે.

4થી 5 દિવસે કોરોનાના 1000 દર્દી રિકવર
31 માર્ચના રોજ સુરત શહેર જિલ્લામાં કોરોનાની રિકવરીનો પહેલો કેસ સામે આવ્યો હતો. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 30102 કોરોના દર્દી રિકવર થયા છે. પહેલા 1000 દર્દી 59 દિવસે રિકવર થયા હતા. જોકે, હાલ 4થી 5 દિવસે કોરોનાના 1000 દર્દી રિકવર થઈ રહ્યા છે. કેસની સામે રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. જોકે, હાલ પણ સુરત શહેર જિલ્લામાં 250થી વધુ કેસ નોંધાતા હોવાથી ચિંતામાં વધારો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો