• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After The Drainage Work On The Lambehnuman Road In Surat, The Locals Are Upset Due To The Lack Of Asphalt Work On The Road.

રસ્તાના મુદ્દે હાલાકી:સુરતના લંબેહનુમાન રોડ પર ડ્રેનજના કામ બાદ રોડ પર ડામરનું કામ ન થતાં સ્થાનિકો પરેશાન

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસ્તા વચ્ચે જ ડ્રેનેજની કામગીરી થયા બાદ રોડ પર ડામરની કામગીરી થઈ નથી. - Divya Bhaskar
રસ્તા વચ્ચે જ ડ્રેનેજની કામગીરી થયા બાદ રોડ પર ડામરની કામગીરી થઈ નથી.

ઉનાળાની શરૂઆત થતા અગાઉથી જ પાલિકા દ્વારા ડ્રેનેજ સહિતની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા લંબેહનુમાન રોડ પર આવેલી વર્ષા સોસાયટી સામેના રોડ પર ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ ડામર રોડનું કામ ન થતાં સ્થાનિકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે. અવારનવાર પાલિકામાં ફરિયાદ કરવા છતાં ઘણા દિવસોથી કામ ન થતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

ઓનલાઈન ફરિયાદ કરાઈ
સ્થાનિક રહિશ ભરતભાઈએ જણાવ્યું હતું કે, લંબેહનુમાન રોડ પર લાભેશ્વરથી વર્ષો સોસાયટી અને રંગ અવધૂત સોસાયટી સામે ઘણા દિવસો અગાઉ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ માત્ર માટી કામ કરવામાં આવ્યું હતું. જો કે, ત્યારબાદ તેના પર ડામર સહિતની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અમે પાલિકામાં અવારનવાર રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ કામગીરી થતી નથી. ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી છે.

રસ્તા પર ડ્રેનેજની કામગીરી થયા બાદ કાર્પેટિંગનું કામ થયું નથી.
રસ્તા પર ડ્રેનેજની કામગીરી થયા બાદ કાર્પેટિંગનું કામ થયું નથી.

કોર્પોરેટરને પણ રજૂઆત કરાઈ
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પાલિકાની ઓનલાઈન ફરિયાદ કરીએ તો થોડા દિવસોમાં ડ્રેનેજની કામગીરી બાકી હોવાની વાત કરીને ફરિયાદને ક્લોઝ કરી દેવામાં આવે છે. અમારી સાથે થતાં આ અન્યાયને લઈને અમે સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે. જેમણે આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવશે તેવી હૈયાધરપત આપી છે.

અન્ય સમાચારો પણ છે...