નિર્ણય:ચૂંટણીમાં હાર પછી ભાજપને વરાછા-કતારગામ યાદ આવતા વોર્ડ દત્તક લીધા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયર, સ્થાયી ચેરમેન અને શાસક પક્ષ નેતા હવે સૌરાષ્ટ્ર પ્રભુત્વવાળા વિસ્તારોમાં ફરશે
  • પ્રાથમિક સુવિધાઓ સહિતના પ્રશ્નોના ઉકેલ માટે આઠ વોર્ડની જવાબદારી હોદ્દેદારોને સોંપાઈ

તાજેતરમાં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જે વોર્ડમાં હાર મળી હતી. એ તમામ વોર્ડમાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવા સાથે જે-તે વોર્ડના મુખ્ય પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ આ વોર્ડના લોકોને પાર્ટી સાથે જોડવા માટે શહેર ભાજપે મેયર, ડેપ્યુટી મેયર, શાસકપક્ષ નેતા અને સ્ટેન્ડિંગ ચેરમેનને સંબંધિત વોર્ડ દત્તક તરીકે સોંપ્યા છે.

શનિવારે મેયર હેમાલી બોઘાવાલાએ દત્તક લીધેલા વોર્ડ નં 8માં આંગણવાડી, સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટર, પ્રમુખ વિદ્યાલય ખાતે કાર્યરત વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી હતી. મેયરે આ વિસ્તારના હારેલા ઉમેદવારોને સાથે રાખીને વોર્ડના મુખ્ય પ્રશ્નોની માહિતી મેળવી તેના ઉકેલ માટે અધિકારીઓને સુચના આપી હતી. વોર્ડમાં લીધેલા રાઉન્ડ દરમિયાન મેયરે આ જ વોર્ડના મહિલા મોરચાના પ્રમુખની પિંક ઓટો રિક્ષામાં બેસીને લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

એક પદાધિકારીને બે વોર્ડ સોંપાયા

વોર્ડવિસ્તાર

આમને જવાબદારી સોંપાઈ

7કતારગામ-વેડરોડ

મેયર હેમાલી બોઘાવાલા

8ડભોલી-સિંગણપોર

મેયર હેમાલી બોઘાવાલા

2મોટાવરાછા-કઠોર

ડે. મેયર દિનેશ જોધાણી

3વરાછા-સરથાણા

ડે. મેયર દિનેશ જોધાણી

4કાપોદ્રા

સ્ટે. ચેરમેન પરેશ પટેલ

5ફુલપાડા-અશ્વિનીકુમાર

સ્ટે. ચેરમેન પરેશ પટેલ

16પૂણા પશ્ચિમ

શાસકપક્ષ નેતા અમિતસિંગ

17પૂણા પૂર્વ

શાસકપક્ષ નેતા અમિતસિંગ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...