તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After The Death Of His Father, The Son Grabbed The Property And Fired The 85 year old Mother, Who Was Adopted At The End Of The 22 Years Of The Case.

કોર્ટનો આદેશ:સુરતમાં પિતાના નિધન બાદ પુત્રે મિલકત પડાવી 85 વર્ષીય માતાને કાઢી મુકી, કેસ કરાતા અંતે 22 વર્ષે અપનાવી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્ર સંભાળ રાખતો ન હોય માતા પુત્રીને ત્યાં રહેતી હતી

કોરોના કાળ બાદ શરૂ થયેલી ફેમિલી કોર્ટમાં 85 વર્ષની માતા અને 40 વર્ષીય પુત્ર વચ્ચેની તકરારનો સુખદ અંત આવ્યો હતો.અગાઉ જે પુત્ર માતાની સાર-સંભાળ, દવા અને અન્ય બાબતો પ્રત્યે અજાણ રહેતો હોય માતાને પુત્રીને ત્યાં રહેવાની ફરજ પડી હતી. જો કે, કોર્ટમાં બંને પક્ષે સમાધાન થતાં પુત્ર માતાને સાથે રાખવા રાજી થયો હતો. માતાએ પણ કહ્યું કે, હવે જીવનના આખરી દિવસો છે, ત્યારે પુત્ર સાથે રહેવાથી અત્યંત ખુશ છું. સમગ્ર કેસમાં પુત્રીએ નિભાવેલી જવાબદારી પણ વકીલ પક્ષે વધાવી હતી. એક સમય હતો જ્યારે પુત્ર માતાને રાખવા રાજી ન હતો ત્યારે લગ્ન કરીને સાસરે ગયેલી પુત્રીએ પુત્ર તરીકેની તમામ જવાબદારી નિભાવી હતી.

કમાણીનું એકમાત્ર સાધન પણ પુત્રે છીનવી લીધું હતું
કોટ વિસ્તારમાં રહેતા આશાબેન (નામ બદલ્યુ છે) ના લગ્ન રાકેશ પટેલ (નામ બદલ્યુ છે) સાથે વર્ષ 1980માં થયાં હતા. જો કે, પતિનું 8 વર્ષ બાદ અવસાન થયું હતું. દંપતિને એક પુત્ર અને પુત્રી હતા. માતાએ બાળકોને ભણાવી ઉછેર્યા અને લગ્ન કરાવવા સુધીની જવાબદારી નિભાવી હતી. જો કે, પુત્રએ યુવાનીમાં પરિવારની એક એજન્સી કે જે કમાણીનું એક માત્ર સાધન હતું તે પોતાના નામે કરી બાદમાં માતા સાથે ઝઘડાં શરૂ કર્યા હતા, તેમની સાર-સંભાળ અંગે બેદરકારી દાખવતા આખરે માતા 22 વર્ષ અગાઉ જે ઘરમાં પ્રભુતાના પગલાં માંડયા હતા તે જ ઘરને ભીની આંખે છોડવા મજબૂર થયા હતા અને પુત્રીને ત્યા રહેવા લાગ્યા હતા.

પૌત્રના લગ્નમાં પણ આમંત્રણ નહીં
પતિના અવસાન બાદ પુત્ર અને વહુએ એજન્સી પર કબજો જમાવી લીધો હતો. માતા જ્યારે પુત્રીને ત્યાં રહેવા મજબૂર થયાં તે દરમિયાન પૌત્રના લગ્ન પણ થયા હતા. પરંતુ વૃદ્ધ માતાને લગ્નમાં પણ બોલાવવામાં આવ્યા ન હતા.

કોર્ટનો હુકમ પણ માતા તરફી હતો
માતાએ એડવોકેટ પ્રીતી જોષી મારફત પુત્ર સામે ડોમેસ્ટિક વાયોલન્સ અને ભરણપોષણની અરજી કરતાં કોર્ટે મહિને રૂ. 4500 આપવા પુત્રને હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...