તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After The Death Of An Old Woman In A Private Hospital In Surat, The Family Alleged That Money Was Being Spent In The Name Of Various Diseases.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:સુરતની આશુતોષ હોસ્પિટલમાં વૃદ્ધાના મોત બાદ હોબાળો, પરિવારે આક્ષેપ સાથે કહ્યું, અલગ અલગ બીમારીના નામે રૂપિયા પડાવાતા

​​​​​​​સુરત14 દિવસ પહેલા
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાના મોતને લઈને પરિવારે હોબાળો મચાવ્યો હતો.(મૃતકની ફાઈલ તસવીર)
  • આંતરડા, હ્રદયની બીમારી અને શ્વાસની તકલીના કારણો બતાવાતા
  • દીકરાએ કહ્યું, વીડિયો કોંલિંગમા માતા અહિંથી લઈ જવાનું કહેતી હતી

સુરતની આશુતોષ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પેટના દુઃખાવાની ફરિયાદ સાથે દાખલ કરાયેલી વૃદ્ધાને આંતરડામાં કાણા, હાર્ટની બીમારી અને શ્વાસની તકલીફ પડી રહી હોવાના રોજ અલગ અલગ કારણો બતાવાતા પરિવારજનોએ કોરોનાનો ડર બતાવી રૂપિયા પડાવવાનો ધંધો ચાલી રહ્યો હોવાનો આરોપ આશુતોષ હોસ્પિટલ પર લગાડ્યો છે. પરિવારના સભ્યએ કહ્યું કે, શુક્રવારે વીડિયો કોલીંગમાં વૃદ્ધાએ મને અહીંયાથી બીજે લઈ જવાનું કહી હોસ્પિટલની સારવાર સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતાં.

તબીબોએ સાચી માહિતી ન આપી-પુત્ર
સંજય (મૃતક વૃદ્ધાનો દીકરા)એ જણાવ્યું હતું કે, અમે તો માતા ભારતીબેન મણિલાલ પટેલ (ઉ.વ. 60 ) પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ સારવાર માટે 30મીએ આશુતોષમાં લાવ્યા હતા. 31મીએ ક્રોરોના પોઝિટિવ આવ્યો હોવાનું કહેવાયું હતું.પહેલી એપ્રિલે આંતરડામાં કાણા હોવાનું કહેવાયું, બીજીએ હાર્ટની તકલીફ કહેવાય, કોઈ પણ ડોક્ટર સાચી માહિતી ન આપતો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું હતું. બીજી એપ્રિલે તબિયત ખરાબ હોવાનું કહી સવારે 7:30 વાગ્યાના બોલાવી લીધા હતાં. સમાજના તમામ લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતાં. તમામ ચિંતિત હતા. ભારતીબેન હયાત છે કે, એમનું મૃત્યુ થયું છે. એ બાબતે જાણવા માગતા હતાં. હોસ્પિટલના ડોક્ટરો ફોન ઉપાડવાની વાત તો દૂર કોઈ જવાબ આપવા તૈયાર ન હતાં.

આશુતોષ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો કરતાં પોલીસ બોલાવાઈ હતી.
આશુતોષ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો કરતાં પોલીસ બોલાવાઈ હતી.

મોતનું કારણ પણ ન કહ્યું
11 વાગ્યા સુધી હોસ્પિટલની બહાર બેસીને ગરમીમાં લોટ પોટ થઈ ગયેલા પરિવારને કહેવાયું તબિયતમાં હવે સુધારો છે, પછી કહ્યું ફેફસામાં ઇન્ફેક્શન હોવાથી અને ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હોવાથી નળી નાખવી પડશે. એટલે વેંતી ઉપર લેવું પડશે. પછી રાત્રે કહ્યું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ કહ્યું ગંભીર છે અને આજે સવારે 3 જીએ સવારે કહ્યું ભારતીબેનનું સવારે મોત નીપજ્યું છે. શુ થયું, એ બાબતે ડોક્ટરો પાસે કોઈ જવાબ નથી,

પરિવારજનોએ હોસ્પિટલ અને તબીબોએ આક્ષેપ કર્યા હતાં.
પરિવારજનોએ હોસ્પિટલ અને તબીબોએ આક્ષેપ કર્યા હતાં.

ભૂલ છૂપાવવા પ્રયાસ
મમ્મી એ 2જી એ જ વીડિયો કોલિંગથી વાત કરી હતી. લગભગ 5 મિનિટ સુધી વાત કરી હતી. ભોજનથી લઈ તમામ વાત કરી હતી. અહીંયા(આશુતોષમાંથી) થી બીજી હોસ્પિટલમાં લઈ જવાની વાત પણ કરી હતી. અમે સિફટીગની વાત કરતા એટલે ડોક્ટરો કોઈને કોઈ સમસ્યા બતાવી દેતા, ખબર નથી પડતી કે મમ્મીને કોરોના થયો પણ હતો કે નહીં. પણ ક્યાંય રધાયું છે એ વાત નક્કી, ડોક્ટરોએ અથવા પોલીસને બોલાવી ભૂલ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે.

ડોક્ટર, પોલીસને બોલાવી ભુલ છુપાવવા પ્રયાસ
મમ્મીએ બીજીએ જ વીડિયો કોલિંગથી વાત કરી હતી. લગભગ 5 મિનિટ સુધી વાત કરી હતી. ભોજનથી લઈ તમામ વાત કરી હતી. અહીંયા(આશુતોષમાંથી)થી બીજી હોસ્પિટલમાં લઈ જવાની વાત પણ કરી હતી. અમે સિફટીંગની વાત કરતા એટલે ડોક્ટરો કોઈને કોઈ સમસ્યા બતાવી દેતા, ખબર નથી પડતી કે મમ્મીને કોરોના થયો પણ હતો કે નહીં. પણ કંઈક રધાયું છે એ વાત નક્કી, ડોક્ટરોએ અથવા પોલીસને બોલાવી ભૂલ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. > સંજય પટેલ, મૃતકનો દીકરો

અમે તો યોગ્ય જ સારવાર આપી છે
દર્દીને અમે યોગ્ય સારવાર જ આપી છે. તેમની તબિયત વધુ ખરાબ થતી ગઈ અને તે બાબતે અમે તેમના પરિવારને જાણ પણ કરી જ છે. તેમણે તો શરૂઆતમાં રૂપિયા પણ નહોતા ભર્યા અને પછી બીજા રૂપિયા ન ભરવા પડે તે માટે હોબાળો મચાવ્યો હતો. આવા સમયમાં તબીબો પણ ખૂબ સંઘર્ષપૂણ સમયમાં કામ કરી રહ્યા છે, તબીબ-હોસ્પિટલોનો સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યો છે. મૃતકના સ્વજનોએ હોબાળો કરતા અમને પોલીસ બોલાવવી પડી હતી. > મહેક ચૌધરી, સ્પોક પર્સન, આશુતોષ હોસ્પિટલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો