ચેતવણીના બોર્ડ:ડૂબી જવાથી 4 સહેલાણીના મોત બાદ સુવાલી બીચ પર સાવચેતીના બોર્ડ લગાવાયા

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયામાં ન જવા અગાઉ પણ બોર્ડ લગાવ્યા હતા

સુવાલીના દરિયામાં નહાવા પડતાં સહેલાણીઓના ડૂબી જવાથી મોત થવાની સ્થાનિક પોલીસ અને એનજીઓ દ્વારા દરિયામાં નહાવા નહીં જવા માટે સુચના બોર્ડ લગાવવામાં આવ્યા છે. હજીરા વિસ્તારમાં આવેલા સુવાલી બીચ પર અનેરો નજારો જોવા મળે છે.જોકે, દરિયા કિનારે આવેલી ઉબડખાબડ સપાટીના કારણે દરિયામાં નહાવા પડેલા સહેલાણીઓ ભરતી સમયે દરિયાની સ્થિતિ જાણી શકતા નથી. જેના કારણે ડૂબી જવાથી મોત થવાના બનાવો અવાર નવાર બની રહ્યા છે.

આ અંગે અગાઉ પ્રશાસને ચેતવણીના બોર્ડ લગાવ્યા છે. ઉપરાંત પ્રશાસન દ્વારા રેડિયો પર પણ જાહેરાત કરવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા પણ વ્હિસલ મારી ને લોકોને ચેતાઓમાં આવી રહ્યા છે. છતાં સહેલાણીઓ આ બધી બાબતની અવગણના કરતા હોવાથી અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેને ધ્યાને લઇને શુક્રવારે સ્થાનિક પોલીસ અને એનજીઓ દ્વારા સુંવાલીના દરિયા કિનારે દરિયામાં નહાવા માટે નહીં જોવા માટે બેનર લગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...