તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનીષ સિસોદિયા સુરતમાં:‘મારે સેવા કરવી છે, શું થશે મને ગોળી મારી દેશે’, ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપ છોડી AAPમાં જોડાયા, સિસોદિયાના હસ્તે ખેસ પહેરી ઝાડુ પકડ્યું

સુરત3 મહિનો પહેલા
  • નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે
  • સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે 7 વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. ત્યારબાદ સિસોદિયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આપના નેતાઓ સાથે લાંબી મિટિંગ ચાલી હતી. મનીષ સીસોદિયાનું સુરતમાં એક સ્પેશિયલ મિશન છે. હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ અન્ય વેપારીઓથી માંડી ઉદ્યોગપતિઓ સુધીના મોટા માથાઓ પણ AAPમાં જોડાય શકે તેવી શક્યતાઓ છે.

ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે: સિસોદિયા
મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે, ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે. ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે. મહેશ સવાણીએ લાંબા સમયે સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીનું આજે ભારતીય જગડતી પાર્ટી નામ થઈ ગયું છે

આપમાં જોડાયા બાદ મહેશ સવાણીના આંખમાં આશુ આવી ગયા અને તેઓ ભાવુક થઈ ગયા હતા
આપમાં જોડાયા બાદ મહેશ સવાણીના આંખમાં આશુ આવી ગયા અને તેઓ ભાવુક થઈ ગયા હતા

મહેશ સવાણી રડી પડ્યાં
મહેશ સવાણીએ જણાવ્યું કે, હું દરેક સમાજ નો છું, સમાજ સેવામાં માનવ વાળો માણસ છું. છેલ્લા બે ત્રણ મહિનામાં જોયું એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. પરિવારે પણ કહ્યું, તમે આખા ગુજરાતની સેવા કરી શકો છો. બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે, સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ. તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપએ દિલ્હીમાં બનાવી છે. મહેશ સવાણીના આંખમાં આશુ આવી ગયા અને તેઓ ભાવુક બનીને બોલ્યાં, મેં 80 વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું, બસ મારે સેવા કરવી છે, મેં વિદેશની, અહીંયાની અને દિલ્હીની સરકાર જોઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે.

600 કરોડના બજેટ પર ભાજપના લોકો પોતાની મનમાની ચલાવી: સવાણી
તેઓએ વધુમાં જણાવ્યું કે, મેં કોવિડની કામગીરી કરતી વેળાએ આપના કાર્યકરો પણ સેવામાં જોડાયા હતા તેના કારણે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હું શુદ્ધ રાજનીતિ કરવા આવ્યો છું. હું સેવાનો માનસ છું. રાજકારણ મારુ ધ્યેય હતો જ નહીં, પરંતુ સમાજસેવા કરવા જોડાયો છું. ભાજપ ભારતીય ઝઘડા પાર્ટી, તેની પાસે ઝઘડા સિવાય કોઈ કાર્ય નથી. દરેક જગ્યાઓ પર માત્ર ઝઘડા પાર્ટી બનીને રહી ગઈ છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 કરોડના બજેટ પર ભાજપના લોકો પોતાની મનમાની ચલાવી આવ્યા છે. ચોરી યથાવત રાખવા માટે પાલિકામાં આપના કાર્યકરો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સવાણીએ લ્લીમાં ઓક્સિજન મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓફિસમાં રિપોર્ટ બનાવ્યો હતો. આવો કોઈ રિપોર્ટ બની જ નથી. આજે 72 કલાક થઈ ગયા છતા રિપોર્ટ આપ્યો નથી.

મનીષ સીસોદિયાના આગમન પહેલા રસ્તામાં જ આપના કાર્યકર્તાઓને અટકાવી દેવાતા કાર્યકર્તાઓએ રોષ વ્યકત કર્યો હતો
મનીષ સીસોદિયાના આગમન પહેલા રસ્તામાં જ આપના કાર્યકર્તાઓને અટકાવી દેવાતા કાર્યકર્તાઓએ રોષ વ્યકત કર્યો હતો

કાર્યકર્તાઓને સિસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવી દેવાયા
મનીષ સીસોદિયાના આગમન પહેલા રસ્તામાં જ આપના કાર્યકર્તાઓને અટકાવી દેવાતા કાર્યકર્તાઓએ રોષ વ્યકત કર્યો હતો. ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળ ભાજપ સરકારની તાનાસહી સામે એક થઇ જાહેર રોડ પર જ વિરોધ કર્યો હતો. મગદલ્લા ચોકડી પરના ઓવર બ્રિજ નીચેથી જ એટલે કે, એરપોર્ટના સવા કિલો મીટર પહેલા જ સુરક્ષાના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓને પોતાના નેતા મનીષ સિસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવી દેવાયા હતા.

12 વાગે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કાઉન્સિલરો સાથે બેઠક કરશે ત્યારબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. દરમિયાન સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.

ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
મનીષ સિસોદિયાના સ્વાગત માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ ભેગા થઈ ભવ્ય સ્વાગત કરવા ની વાત બહાર આવતા પોલીસે વહેલી સવાર થી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મગદલ્લા ચોકડી પરથી જ કાર્યકર્તાઓ ને પરત મોકલી દેવાતા આપના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ઈસુદાન ગઢવીએ પણ આ બાબત ખરાબ હોવાનું જણાવ્યું હતું. કિશોર કાકાને બાદ કરતાં આપના તમામ નેતાઓ મનીષ સિસોદિયાના એક્ઝીટ સમયએ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે એરપોર્ટ પર ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

આપના કાર્યકર્તાઓને રોકતા ઇસુદાન ગઢવીએ ખૂબ જ ખરાબ બાબત ગણાવી
આપના કાર્યકર્તાઓને રોકતા ઇસુદાન ગઢવીએ ખૂબ જ ખરાબ બાબત ગણાવી

નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપે ખેલ પાડી દીધો
નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળે છે તેને લઈને મનીષ સિસોદિયાના આગમન પહેલા નિરસ વાતાવરણ પાર્ટીમાં જોવા મળી રહ્યું છે. ચૂંટણીમાં જે પ્રકારનું વોટિંગ થયું છે તેમાં ભાજપે ખૂબ મોટો ખેલ પાડી દેતા આપની બાજી બગડી ગઈ હતી. સોશિયલ મીડિયામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મનીષ સિસોદિયાના આગમનને લઇને કોઈ પોસ્ટ જોવા નથી મળી રહી. ચૂંટણીમાં થયેલા મતદાનને કારણે આમ આદમી પાર્ટીમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં ભાજપ સફળ થઇ છે.

આપના તમામ નેતાઓ મનીષ સિસોદિયાને મળવા પહોંચ્યા હતા
આપના તમામ નેતાઓ મનીષ સિસોદિયાને મળવા પહોંચ્યા હતા

ભાજપ આપમાં અંદરો અંદર અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં સફળ
ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં જયચંદ કોણ છે. એ જ બતાવે છે કે ભાજપ જે ઇચ્છતું હતું તે પ્રકારનો પરિણામ લાવી રહી છે. નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં જીત કરતાં વધારે ભાજપનો હેતુ આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો હેતુ હતો, તેમાં તેઓ સફળ થઈ ગયા છે.

એરપોર્ટ પર ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
એરપોર્ટ પર ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

1000 કાર્યકર ભાજપમાંથી આપમાં જોડાયા
છેલ્લા દોઢથી વધુ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અઠવાડિયા પહેલાં 400 જેટલા કાર્યકર્તા આપમાં જોડાયા હતા. તેના 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મે મહિનામાં અંદાજે 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.