• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After The BJP's River Festival In Surat, The Congressmen Exposed The Filth Of Tapi And Conducted Public Awareness Programs On The Shores Of The Bay.

કોંગ્રેસનો વિરોધ:સુરતમાં ભાજપના નદી ઉત્સવ બાદ કોંગીજનોએ તાપીની ગંદકી ઉજાગર કરી, ખાડી કિનારે લોકજાગૃતિના કાર્યક્રમો કર્યા

સુરત18 દિવસ પહેલા
તાપી નદીના કિનારાની ગંદકી કોંગ્રેસ દ્વારા બતાવવા પ્રયાસ કરાયા છે.
  • કોંગ્રેસ દ્વારા તાપી નદીની વાસ્તવિકતા છતી કરવા પ્રયાસ

રાજ્ય સરકાર દ્વારા નદીઓના કિનારે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યાં છે. સુરતમાં પણ તાપી નદીના કિનારે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાજપની ઉજવણી સામે સુરતમાં કોંગ્રેસ દ્વારા સાચી સ્થિતિ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ખાડી કિનારે રામધુન સહિતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. તાપી નદીના કિનારે સર્જાયેલા ગંદકીના સામ્રાજ્યને પણ લોકો સામે લાવવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ખાડીના કિનારે ધૂન સહિતના કાર્યક્રમો અપાઈ રહ્યાં છે.
ખાડીના કિનારે ધૂન સહિતના કાર્યક્રમો અપાઈ રહ્યાં છે.

કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ સ્થિતિ એમ જ
મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના શાસનમાં પણ કરોડો રૂપિયા તાપી નદીના સ્વચ્છતા માટે ખર્ચવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધિકરણ થયું નથી. આજે પણ ઘણા આઉટલેટમાથી સીધું પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે. તેમ જ ઘણી જગ્યાએ તો મીલોનું કેમિકલયુક્ત પાણી પણ અંદર ઠાલવવામાં આવતો હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આજે આ તમામ ગંદકીના વિસ્તારો લોકો સમક્ષ આપવાનો પ્રયાસ કર્યો છે.

તાપી નદીના પાળા પર ગંદકી ત્યાં જઈને લોકોને દર્શાવવામાં આવે છે.
તાપી નદીના પાળા પર ગંદકી ત્યાં જઈને લોકોને દર્શાવવામાં આવે છે.

લોકો ગંદકીથી લોકો ત્રાહિમામ
કોંગ્રેસ નેતા દિનેશ સાવલિયાએ જણાવ્યું કે,કોંગ્રેસ દ્વારા તાપી નદીની વાસ્તવિકતાને છતી કરવા માટે પ્રયાસ કરાયો છે. સુરતીઓને અને રાજ્યના લોકોને તાપી નદીની દશા કેવી છે. તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના શાસકો માત્ર ઉત્સવોની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સારા સારા ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા હોય છે. પરંતુ સાચી હકીકત અને વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. માત્ર તાપી નદી નહીં. પરંતુ ખાડી વિસ્તારની આસપાસના લોકો પણ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાડીઓ સાફ કરવામાં પણ ભાજપના શાસકો સદંતર નિષ્ફળ રહ્યા છે.