શનિવારે રાતે સરથાણામાં આપના કાર્યકરો પર હુમલો થવામાં પોલીસે ફરિયાદ ન લેતાં કાર્યકરોએ આખી રાત પોલીસ સ્ટેશન સામે વિતાવી હતી. આપના આક્ષેપ મુજબ, ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હોવા છતાં ગુનો દાખલ કરાયો ન હતો. આપના કાર્યકર્તાઓએ 12 કલાક ધરણા કર્યા બાદ આખરે પોલીસે 6 ભાજપીઓ સામે ગુનો દાખલ કરતાં મામલો થાળે પડ્યો હતો. સરથાણામાં આપ પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, રાજ્ય સહમંત્રી રાજેન્દ્ર વસાણી, આકાશ ઈટાલિયા સહિતના 7 નેતાઓ પર ભાજપીઓએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ધારીમાં પણ તાલુકા પ્રમુખ જીતુભાઈ ગજેરા પર હુમલો કરવામાં આવ્યો હતો.
સરથાણા પોલીસે આપના પ્રદેશ મંત્રી સામે પણ ગુનો નોંધ્યો
રવિવારે સવારે આપના પ્રદેશ મંત્રી રામ ધડુકે ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ભાજપના કામરેજ વિધાનસભાના પ્રભારી દિનેશ દેસાઈ, કલ્પેશ દેવાણી અને વિક્રમ રબારી સહિત 6 સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. દિનેશ દેસાઈએ પણ ફરિયાદ આપતાં પોલીસે આપના પ્રદેશ સંગઠન મંત્રી રામ ભીખા ધડુક, આકાશ ઈટાલિયા અને રાજેન્દ્ર વસાણી સામે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.