તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાયરલ:ACP બાદ ભાજપી કોર્પોરેટરે જાહેરમાં બર્થ-ડેની કેક કાપી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમટીબી કોલેજ ખાતે મિત્રો સાથે ઉજવણી કરી
  • જાહેરમાં કેક કાપતો હોવાનો વીડિયો ફરતો થયો

તાજેતરમાં એ.સી.પી બાદ હવે ભાજપના નગરસેવકનો જાહેરમાં જન્મ દિનની ઉજવણીના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ ઉઠવા પામ્યો છે. નગરસેવક ધર્મેશ વાણિયાવાલાએ અઠવાલાઈન્સની એમટીબી કોલેજ ખાતે પોતાના સમર્થકો - મિત્ર વર્તુળ સાથે જાહેરમાં કેક કાપીને જન્મ દિનની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે.

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં. 10 (અડાજણ - પાલ - ઈચ્છાપોર)ના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાલાએ બુધવારે સવારે અઠવાલાઈન્સ ખાતે આવેલી એમટીબી કોલેજ પાસે કોવિડ-19ની ગાઈલ લાઈનનું ધરાર ઉલ્લંઘન કરીને મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે જાહેરમાં જ જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. બર્થ ડે સેલીબ્રેશનમાં સાથે હાજર કોઇ જ વ્યકતિએ માસ્ક પહેર્યું ન હતું. એટલું જ નહીં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ સંદર્ભે નગરસેવક ધર્મેશે જણાવ્યું કે, સમર્થકો દ્વારા બર્થ ડે હોવાથી કેક કાપી ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...