આગામી 24 કલાકમાં એડવાન્સ સાઉથ-વેસ્ટ મોન્સૂન આંદામાન દરિયા-નિકોબાર આઇલેન્ડમાં સક્રિય થશે. ઉપરાંત કર્ણાટક પાસે દરિયાની સપાટીથી 2.1 કિ.મી ઉપર સાયક્લોનિક સરર્ક્યુલેશન સર્જાશે, જેથી દક્ષિણ ભારતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે અને મહારાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
આ સિસ્ટમ આગળ વધશે, જેના કારણે 21 મે પછી દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ જશે. દરિયાઇ પવનોની ઝડપ વધશે અને વાદળો ખેંચાઇને આવશે. શહેરમાં 30થી 40 કિ.મીની ઝડપે પવનો ફૂંકાવા સાથે ઝાપટાં કે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 જૂન દરમિયાન કેરળમાં ચોમાસુ વિધિવત પહોંચશે અને 15 જૂન બાદ ગુજરાતમાં પ્રારંભ થશે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુતમ 28.2 ડિગ્રી નોંધાયું હતું.
અઠવાડિયામાં ખોદકામો સેફ સ્ટેજ પર લાવવા જરૂરી
સુરતઃ કોટ વિસ્તાર સહિત શહેરમાં પાણી-ડ્રેનેજના વિવિધ કામો ચાલી રહ્યા હોવાથી ઠેરઠેર ખોદકામોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના કારણે કેટલાક રસ્તાઓ અંશતઃ તો કેટલાક સંપૂર્ણ બંધ કરી દેવાયા છે. આગામી ૨૧ પછી પ્રિ-મોન્સૂન એક્ટીવીટીના ભાગરૂપે વરસાદ થવાની આગાહી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા અઠવાડિયામાં ખોદકામો સેફ સ્ટેજ પર નહિં લઇ જવામાં આવે તો રસ્તાઓની હાલત ખૂબ જ બદતર થઇ જશે અને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.