વ્યાજ ગુમાવવાનો વારો:સુરત બાદ અમદાવાદ-વડોદરા-રાજકોટની બેંકો પણ નોટથી છલકાઈ, 10-20-50ની નોટ માટે જગ્યા નથી

સુરત23 દિવસ પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કરન્સી ચેસ્ટો બેંકોની રોકડ ન સ્વિકારતા કરોડો રૂપિયાનું વ્યાજ ગુમાવવાનો વારો

સુરત બાદ હવે અમવાવાદ, વડોદરા અને રાજકોટની બેંકો પણ નોટોથી છલકાઈ ગઈ છે. બીજી તરફ કરન્સી ચેસ્ટો બેંકો પાસેથી નોટો સ્વિકારતી ન હોવાથી બેંકોએ કરોડોનું વ્યાજ ગુમાવવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે બેંકો પાસે હાથમાં રોકડ હોય છે પરંતુ RBIના એકાઉન્ટમાં રકમ જમા ન હોવાથી મજબૂરીમાં ઓવરડ્રાફ્ટ લેવો પડે છે. બેંકોએ માંગણી કરી છે કે, RBI ચેસ્ટો ખાલી કરવામાં આવી છતાં RBI દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી.

સુરતની કરન્સી ચેસ્ટમાં ક્ષમતા કરતાં ડબલ નોટો રાખવામાં આવી
રાજ્યની કરન્સી ચેસ્ટો 500 અને 2 હજારની નોટોથી ફુલ છે. જેથી 10, 20 અને 50ની નોટોને ચેસ્ટની બહાર મુકી રહ્યા છે. બીજીતરફ સુરતમાં નેશનલાઈઝ બેંકો અને ખાનગી બેંકો મળીને અંદાજે 10 જેટલી કરન્સી ચેસ્ટો છે. જે તમામ છેલ્લાં 3 મહિનાથી ફૂલ થઈ ગઈ છે. જેમાં ખાસ કરીને 500 અને 2 હજારની નોટોથી ભરાઈ ગઈ છે. આજની તારીખે સુરતની કરન્સી ચેસ્ટો ક્ષમતા કરતાં ડબલ ચલણી નોટોથી ભરાઈ ગઈ છે.

કરન્સી ચેસ્ટે નાણાં સ્વીકારવા જોઈએ
સુરતમાં જ કરન્સી ચેસ્ટો ફૂલ હતી. હવે અમદાવાદ, વડોદરા અને રાજકોટની પણ ફૂલ થઈ ગઈ છે. બેંકો જ્યારે કરન્સી ચેસ્ટમાં ભરે છે ત્યારે ચેસ્ટ નાણાં સ્વિકારતી નથી જેથી બેંકો કરોડોનું વ્યાજ ગુમાવે છે. ’ > કાનજી ભાલાળા, ગુજરાત કો-ઓપરેટિવ બેંક ફેડરેશનના ડિરેક્ટર

દિવાળીમાં લોકોને નવી નોટો મળવામાં મુશ્કેલી
આ મામલે સુરતની એક નેશનલાઈઝ બેંકની કરન્સી ચેસ્ટના મેનેજરે કહ્યું હતું કે, ‘હાલમાં શહેરની તમામ કરન્સી ચેસ્ટો ફૂલ થઈ ગઈ છે અને અને બીજી તરફ RBI દ્વારા નાણાં સ્વિકારવામાં આવી રહ્યા નથી. હવે દિવાળી નજીક આવી રહી છે ત્યારે લોકોને નવી નોટો નહીં મળી શકે. જે દર વર્ષે સરળતાથી મળતી હોય છે.’

અન્ય સમાચારો પણ છે...