ગૌરવ:28 કોયડા સોલ્વ કરતા કહાનને 23 મહિનાની ઉંમરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તે 12 મહિનાનું નામ, 13 રાષ્ટ્રીય પ્રતીકો અને17 પ્રાણીઓના આવાજની નકલ કરે છે

18 મહિનાની ઉંમરથી અંગ્રેજી મૂળાક્ષરના શબ્દોથી લઈ અંગ્રેજી મહિનાના નામ, નવ પ્રાણીઓના ખોરાક, 13 રાષ્ટ્રીય પ્રતીકો, ભારતીય વડાપ્રધાનના નામ તેમજ 17 પ્રાણીઓના આવાજની નકલ કરનાર કહાન ખોખાણીએ માત્ર 23 મહિનાની ઉંમરમાં ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. કહાન માનવીય ચહેરાના અલગ-અલગ હાવભાવ બનાવી શકે છે. એ સાથે જ 28 કોયડા જેમ કે, ફળ, શાકભાજી, પ્રાણી, આકાર અને પક્ષીઓ. આ બધા જ કોયડા ઝડપથી ઓળખીને તેને ઉકેલી શકે છે.

કહાને આ બધી જ પ્રવૃત્તિઓ 11 મહિનાની ઉંમરથી જ ગ્રહણ કરવાનું શરૂ કરી દીધું હતું. તેની આ ગ્રહણ શક્તિ અને યાદ શક્તિને જોઈને તેના માતા-પિતા તથા કુટુંબીજનો ગર્ભ સંસ્કાર કાઉન્સેલરના માર્ગદર્શનમાં ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી કરવાનું નક્કી કર્યું હતું. કહાનની આ ક્ષમતાને જોઇ તેનાથી પ્રભાવિત થઈ આઈબીઆરના સર્ટિફિકેટ અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...