કોરોના સુરત LIVE:ગ્રામ્ય વિસ્તાર બાદ સિટી કોરોનામુક્તિ તરફ, સિટીમાં માત્ર 2 એક્ટિવ કેસ, એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ 205004 કેસ નોંધાયા છે

સુરત શહેર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એકપણ કેસ અને એકપણ મોત થયું નથી. જ્યારે 2 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી શહેર જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી અને છેલ્લા 17 દિવસથી એકપણ દર્દીનું મોત થયું નથી. જ્યારે એક્ટિવ કેસ 2 થયા છે. એક્ટિવ કેસ પૈકી એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. આ સાથે સુરતનો ગ્રામ્ય વિસ્તાર કોરોનામુક્ત થયો છે. હવે સિટી કોરોનામુક્તિ તરફ છે.

બે લાખથી વધુ કોરોનાથી સ્વસ્થ થયા
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 205004 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 4થી વધુ એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 202760 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42,256 લોકોનો સમાવેશ થાય છે.

પોઝિટિવિટી રેટ ઘટ્યો
હાલમાં કોવિડ પોઝિટીવિટી રેટ માત્ર 0.00 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.00 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા હતા.