તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After Resolving Issues With GIDC, A World Class Gem And Jewelery Park Will Be Set Up In Surat After Diamond Bourse: CM Rupani

આયોજન:GIDC સાથેના પ્રશ્નો ઉકેલાતા હવે સુરતમાં ડાયમંડ બુર્સ બાદ વર્લ્ડ ક્લાસ જેમ એન્ડ જ્વેલરી પાર્ક બનાવાશે : સીએમ રૂપાણી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીએમની હાજરીમાં યોજાયેલા 46માં ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહમાં 46 કેટેગરીમાં એવોર્ડ અપાયા

‘GIDC સાથેના જૂના જે પ્રશ્નો હતાં તેનું નિકારણ થઈ ગયું છે, હવે સુરતમાં વર્લ્ડ ક્લાસ જેમ & જ્વેલરી પાર્ક બનાવવામાં આવશે. અહીંયા જ્વેલરી અને ડાયમંડનું મોટા પાયે મેન્યુફેક્ચરિંગ થશે. ખાસ કરીને સિન્થેટિક ડાયમંડનો જમાનો શરૂ થયો છે. સિન્થેટિક ડાયમંડ માટે પણ તે ઉપયોગી બનશે.’ કેન્દ્રીય કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મંત્રાલય અને જીજેઈપીસી દ્વારા 46માં ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આ વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહી હતી. આ પ્રસંગે કુલ 46 કેટેગરીમાં એવોર્ડ પણ અપાયા હતાં. મુખ્ય મહેમાન તરીકે સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી, જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ, વાઈસ ચેરમેન વિપુલ શાહ અને જીજેઈપીસી રિજિયોનલ પ્રમખુ દિનેશ નાવડિયા ઉપસ્થિત રહ્યા હતાં.

સુરતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું : સીએમ
આ કાર્યક્રમ દરમિયાન ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો. જે વિશે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, ગોવિંદ કાકાને આ એવોર્ડ મળ્યો તે આપણા માટે આનંદની વાત છે. તેમના જીવનમાંથી યુવાનોએ પ્રેરણા લેવા જેવી છે. આપણે દુનિયાને બતાવી દીધું છે કે, અમે ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરનારા છીએ. આજે 59 ટકાનો ગ્રોથ નોંધાવી 3081 મિલિયન ડોલરની જ્વેલરી આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ.

ટૂંક સમયમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરીશું. જેમ્સ & જ્વેલરી જીઆઈડીસીના જૂના પ્રકરણના બધા પ્રશ્નો પતાવી દીધા છે.હવે સુરતમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવાશે.ભારતમાં જેટલું ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ આવે છે તેનું 40 ટકા ગુજરાતમાં આવે છે. ડિઝાયર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતમાં આપણે સુરતને જોવા માંગીશું.

વલસાડમાં મંચ પરથી CR પાટિલે કાર્યકરોને કહ્યું, ‘અધિકારીઓ સાથે દોસ્તી હોય તો તોડી નાંખજો’
વલસાડમાં યોજાયેલા કાર્યક્રમમાં જિ.તા.પ.ના ચૂંટાયેલા સભ્યો અને પેજ પ્રમુખોના સન્માન દરમિયાન ભાજપ અધ્યક્ષ CR પાટિલે મંચ પરથી સંબોધન કરતાં કાર્યકરો અને પદાધિકારીઓને અધિકારીઓ સાથે મિત્રતા હોય તો તોડી નાંખજો તેવી ટકોર કરી હતી. જેના પગલે સમારોહમાં કૂતુહલ સર્જાયો હતો.

ગોવિંદ ધોળકિયાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ ધોળકિયાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, એચકે એક્સપોર્ટના સવજી ધોળકિયાને હાઈએસ્ટ ટર્નઓવર માટે, કિરણ જેમ્સ અને કિરણ જ્વેલરીના વલ્લભ લાખાણીને ચાર કેટેગરીમાં તેમજ ચુનીભાઈ ગજેરાની લક્ષ્મી ડાયમંડને પણ એવાર્ડ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...