તાપીમાં છલાંગ:સુરતમાં કેબલ સ્ટેઈડ બ્રિજ પર બાઈક મૂકી ને યુવક નદીમાં કુદી ગયો, શોધખોળ શરૂ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવક નદીમાં કુદી જતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો - Divya Bhaskar
યુવક નદીમાં કુદી જતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો
  • ફાયરબ્રિગેડને જાણ થતાં યુવકને શોધવા માટેની કામગીરી હાથ ધરી

ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે તાપી નદી પરથી પસાર થતાં કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી એક યુવકે નદીમાં છલાંગ લગાવી છે. બ્રિજ પર પોતાનું બાઈક મૂકીને યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. સ્થાનિકોએ યુવકના તાપી નદીમાં કુદવા અંગે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા હાલ યુવકને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

ફાયરબ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ કરવાનું શરૂ કરાયું છે.
ફાયરબ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ કરવાનું શરૂ કરાયું છે.

બાઈક બ્રિજ પર મૂકી કુદી ગયો
અડાજણના કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી તાપી નદીમાં મોતની છલાગ લગાવી દીધી હતી.યુવક પોતાની હોન્ડા ગાડી (નં. GJ05- GL-2947) બ્રિજ પર મૂકી હતી. ત્યાર બાદ તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. જેથી અડાજણ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોતાનું બાઈક બ્રિજ પર મૂકી યુવક નદીમાં કુદયો હતો
પોતાનું બાઈક બ્રિજ પર મૂકી યુવક નદીમાં કુદયો હતો

ફાયરબ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરાઈ
યુવક તાપી નદીમાં કુદી ગયો હોવાની સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા યુવકને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયરબ્રિગેડની ટીમ તપાસમાં અવરોધ આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...