દર વર્ષની જેમ આ વર્ષે સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા માંગરોળ તાલુકાના વાંકલ ગામે કૃષિ અને ગ્રામ વિકાસમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો 72મો વન મહોત્સવ યોજાયો હતો. સરકારી સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા સમારોહનેમાં કૃષિપ્રધાન આર. સી. ફળદુ હાજર રહ્યાં હતાં. જેમણે પોતાના ભાષણમાં કહ્યું કે,કોરોના કાળમાં આપણને ઓકિસજનનું મહત્વ સમજાયું છે, ત્યારે ઓકિસજન આપનારા વૃક્ષોની જાળવણી કરવી જરૂરી છે. સુરત જિલ્લામાં 24 નર્સરીઓમાં 24 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. ત્યારે તેનો મહત્તમ લાભ લઈને ઘર આંગણે, ખેતરના શેઢા-પાળા, નદીના કાંઠા વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરાયું
રાજયમાં વન, જંગલોની જાળવણીની સાથે વનોની મહત્તા અને ગરીમા પ્રસ્થાપિત થાય તેવા આશયથી દર વર્ષે વન મહોત્સવોનું આયોજન કરી રાજયભરમાં કરોડો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. રાજયમાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોએ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી. દરેક જિલ્લા-તાલુકા કક્ષાએ વનમહોત્સવ યોજીને રાજયમાં વધુને વધુ વાવેતર કરવા માટે સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. આપણી ધરતીને વધુને વધુ વૃક્ષોથી આચ્છાદિત કરીને ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાની હિમાયત કરવામાં આવી હતી.
570 હેકટરમાં 4.64 લાખ રોપાઓનું વાવેતર
આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનો અનેરો મહિમા દર્શાવ્યો માનવીના જન્મથી લઈને મૃત્યૃ સુધી દરેક ક્રિયાઓમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ રહેલું છે. વૃક્ષોથકી જ જમીનમાં ભેજ સંરક્ષણ અને ફળદ્રુપતા વધારો થાય છે. આપણે જેમ વહાલસોયા સંતાનોના ઉછેર કરીએ છીએ તેમ વૃક્ષોનો ઉછેર અને સંવર્ધન કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. આ વર્ષે વનમહોત્સવમાં રસ્તા, ગૌચરની જમીનો, ખેડુતોની માલિકી જમીનોમાં 570 હેકટરમાં 4.64 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લાના 39 ગામોમાં વૃક્ષોની ધનતામાં 48 ટકા જેટલો વધારો થયો છે. વનીકરણ વિભાગ દ્વારા વિવિધ નર્સરીઓ ઉછેરવામાં આવેલા લાખો રોપાઓને નાગરિકો, સંસ્થાઓ, ખેડુતો રાહતદરે મેળવીને વૃક્ષોનું વાવેતર કરવા સૌને અપીલ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.