તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વીર નર્મદ યુનિ.માં હવે પીએચડીની ઓનલાઇન એન્ટ્રસ્ટ ટેસ્ટ બાદ વિદ્યાર્થીઓ પેપરની સાથે પોતે લખેલા જવાબ સાચા છે કે ખોટા? તે પણ જોઈ શકશે. આ વખતે 2696 વિદ્યાર્થીઓની પીએચડીની એન્ટ્રસ્ટ ટેસ્ટ ઓનલાઇન લેવાની સાથે ત્રણ તબક્કામાં એટલે કે 23, 24 અને 25 ફેબ્રુઆરીએ લેવાશે. આ નિર્ણય કોવિડ-19ની મહામારીને કારણે લેવાયો છે.
એકેડેમિક કાઉન્સિલના આદેશ બાદ પીએચડીની ઓનલાઇન એન્ટ્રસ્ટ ટેસ્ટ અપાવનારા વિદ્યાર્થીઓ ઓનલાઇન પેપર જોવા સાથે પોતે લખેલો જવાબ સાચો છે કે ખોટો? તે પણ તપાસી શકશે એટલે કે વિદ્યાર્થીઓ લોગિન આઇડીથી પોતાનું પેપર અને પોતે લખેલા જવાબો તેમજ સાચા જવાબો શું છે? તે પણ જોઈ શકશે. તે સાથે આ વખતની પીએચડીની ઓનલાઇન એન્ટ્રસ્ટ ટેસ્ટમાંથી નેગેટીવ માર્કિંગ કાઢી નખાયા છે.
ઉપરાત તમામ વિષયમાં 100 પશ્નો પુછવાની સાથે 50 ટકા પ્રશ્નો રિસર્ચ મેથોડોલોજી તેમજ 50 ટકા પ્રશ્ન જે તે વિષયને લગતા પુછાશે. પ્રત્યક્ષ પ્રશ્ન 2 ગુણના હોવાથી કુલ ગુણ 200 રહેશે અને 2 કલાકની ટેસ્ટ રહેશે. પ્રશ્ન બહુવિકલ્પ હશે એટલે કે એક પ્રશ્ન અને ચાર જવાબ આપ્યા હશે. જેમાંથી વિદ્યાર્થીએ સાચો જવાબ લખવાનો રહેશે. પાર્સિંગ માર્ક જનરલ કેટેગરી અને ઇડબલ્યુએસ માટે 50 ટકા તેમજ એસસી, એસટી અને ઓબીસી માટે 45 ટકા રહેશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.