તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:સુરતમાંથી કાશીરામ રાણાના 18 વર્ષ બાદ મહિલા સાંસદ દર્શના જરદોષને કેન્દ્રીય પ્રધાનનું પદ, ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

સુરત23 દિવસ પહેલા
સુરતના મહિલા સાંસદને કેન્દ્રીય મંત્રીનું પદ મળતાં ઉજવણી કરાઈ હતી.
  • દર્શનાનો સ્વભાવ જ પડકાર ઝીલવાનો છે- પતિ વિક્રમ જરદોશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણમાં કરાતા સુરતને 18 વર્ષ પછી સ્થાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 18 વર્ષ અગાઉ કાશીરામ રાણા કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સુરતમાંથી પ્રથમવાર સાંસદ દર્શના જરદોષને કેબિનટમાં સ્થાન મળ્યું છે. મહિલા સાંસદને પ્રધાનમંડળમાં સ્થાન મળતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હર્ષ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતનું ભાજપ સંગઠનમાં પણ આનંદ છે. દર્શના જરદોશના કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી.

પરિવારે ખુશી વ્યક્ત કરી
રાજકીય રીતે દક્ષિણ ગુજરાતનું પ્રભુત્વ હવે ધીરે ધીરે વધતુ હોય તેવું દેખાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી,જેમાં ગુજરાતના ત્રણ મોટા નેતાઓને મંત્રીપદ તરીકેનો પદભાર સોંપી નવી જવાબદારી સોંપવામાં આવી છે.જેમાં ગુજરાતમાંથી સુરતના સાંસદ દર્શના જરદોષને પણ મંત્રીપદ સોંપવામાં આવ્યું છે.જેના પગલે પરિવાર સહિત કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.દર્શના ઝરદોષને મંત્રીપદ મળવાની ખુશીમાં સુરતના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી પણ કરી આવી હતી.

પ્રધાનપદ મળતાં કાર્યકરો અને પરિવારના લોકોએ એકબીજાના મોં મીઠા કરાવ્યાં હતાં.
પ્રધાનપદ મળતાં કાર્યકરો અને પરિવારના લોકોએ એકબીજાના મોં મીઠા કરાવ્યાં હતાં.

મોં મીઠા કરાવાયા
સુરત લોકસભા બેઠક પરથી દર્શના ઝરદોષ છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગને લગતા પ્રશ્નો અંગે દર્શના ઝરદોષ હંમેશા પોતાની રજૂઆત કેન્દ્ર સમક્ષ મુકતા આવ્યા છે.વેપારીઓને પડતી હાલાકી અને મુશ્કેલીનો સુખદ અંત લાવવા પણ તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા તેમણે મંત્રીપદ તરીકેની એક નવી જવાબદારી સોંપવામાં આવતા પરિજનો અને કાર્યકાર્યતાઓએ પણ એકબીજાનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી એકબીજાને શુભેચ્છા પાઠવી છે.દર્શના ઝરદોષને સોંપવામાં આવેલી એક નવી જવાબદારીને લઈ પરિજનોએ કહ્યું છે કે તેઓ ગ્રાઉન્ડ લેવલથી હંમેશા લોકોના વચ્ચે રહ્યા છે.મહિલાઓ પ્રશ્નો હોય કે પછી સ્થાનિક લોકોની સમસ્યાને નિવારવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે.તેમની કામ કરવાની પદ્ધતિને ધ્યાનમાં રાખી વડાપ્રધાન દ્વારા એક નવી જવાબદારી સોંપવામાં આવી છે.જે જવાબદારીને તેઓ ઉચ્ચ સ્તરે પણ બખૂબી પૂર્વક નિભાવશે તે વાત ચોક્ક્સ છે.

દર્શના જરદોષના કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી હતી.
દર્શના જરદોષના કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી હતી.

કોર્પોરેટરથી કેબિનેટની સફર
દર્શના પતિ વિક્રમ જરદોશ જણાવ્યું કે, દર્શના જ્યારે થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાય છે, ત્યારથી નિસ્વાર્થ ભાવે પાર્ટી માટે સમર્પણથી કામ કરી રહી છે. એક કોર્પોરેટરથી લઈને સાંસદ તરીકે અને ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાન તરીકેની સફર ખૂબ જ સારી રહી છે. સુરતની પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં તેણે કોઈ કસર છોડી નથી. દરેક પડકાર ઝીલીને આગળ વધવાનો તેનો સ્વભાવ છે. અને અમને આશા છે કે નવી સોંપાયેલી જવાબદારી માં પણ તે સફળ થશે. દર્શના જરદોશ નો પુત્ર પ્રણય જરદોશ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની મહેનતને ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરતો હોય છે.. કાર્યકર્તાઓને યોગ્ય સ્થાન આપીને તેમની કદર કરે છે. એક સુરતી તરીકે પણ મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે મહિલા નો પ્રભુત્વ દક્ષિણ ગુજરાત તરફ થી આગળ આવી રહ્યું છે.