એજ્યુકેશન:452 કર્મીની ભરતી કર્યા બાદ યુનિ.ને પગારખર્ચ દેખાયો, 31 ઓક્ટો. સુધી આ તમામ કર્મચારીઓને છૂટા કરી દેશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામનું ભારણ હળવું કરવા 1 વર્ષ અગાઉ 75થી 400 રૂપિયાના કલાક દીઠ વેતન પર ભરતી કરાઇ હતી

પોતના માનીતાને ગોઠવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નોકરીની લહાણી કર્યાના એક વર્ષમાં રૂ.6 કરોડ જેટલો ખર્ચ કર્યા બાદ ભાન થયું કે ખોટી ખર્ચ થઇ રહ્યો છે. હવે સિન્ડિકેટની બેઠકમાં કલાક આધારિત 452 કર્મચારીઓને તબક્કાવાર છુટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સિન્ડિકેટની બેઠકમાં યુનિવર્સિટીમાં કર્મચારીઓની ઘટ અને કાયમી કર્મચારીઓ પર ભારણ વધુ હોવાનું કહીને એકાદ વર્ષ પહેલા કલાક આધારિત 452 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. આ કર્મચારીઓને કલાકના રૂ.75થી લઇને રૂ.300-400થી વધુ વેતન ચૂકવવામાં આવ્યું હતું. જોકે બીજી તરફ આ ભરતીનો કોઇ જરૂર જ ન હતી.

માત્ર પોતાના માણસોને ગોઠવા માટે જ આ તખ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાની શિક્ષણવિદોમાં ચર્ચા હતી. આ કર્મચારીઓ પાછળ છેલ્લા એક વર્ષથી કર્મચારીઓને દર મહિને રૂ.55 લાખથી વધુનો પગાર ચૂકવવામાં આવી રહ્યો હતો. યુનિવર્સિટીએ સેન્ટ્રલ ડેવલોપમેન્ટ ફંડમાંથી પગાર પેટે એક વર્ષમાં રૂ.6 કરોડ જેટલા પગાર પાછળ ખર્ચી નાખ્યા બાદ આ ખોટો ખર્ચ થતો હોવાનું સત્તાધીશોને સમજાયું હતું.

સારો પગાર મળવાની આશાએ ઘણાંએ નોકરી છોડી હતી
યુનિવર્સિટી દ્વારા કલાક આધારિત કર્મચારીઓને ભરતી કરવામાં આવી હતી.જેના કારણે ઘણા કર્મચારીઓ સારો પગાર મળવાની આશાએ જુની નોકરી છોડીને આવ્યા હતા. કર્મચારીઓ અનિલના કહેવા પ્રમાણે ઘણા કર્મચારીઓએ લોન લીધી છે તેના હપ્તા ચાલી રહ્યા છે. તેમજ બાળકોને અભ્યાસ પણ ચોલી રહ્યો છે.અચાનક આ રીતે નોકરી પરથી છુટા કરી દેવામાં આવતી હાલત કફોડી થઇ છે. હવે નવી નોકરી પણ જલ્દી મળે તેમ નથી ત્યારે સત્તાધીશો આઉટ સોર્સિંગથી નોકરી આપે તેવી આજીજી કરવામાં આવી છે.

5 માનીતાને કોન્ટ્રાક્ટ પર લેવાયા
યુનિવર્સિટી દ્વારા કલાક આધારિત કર્મચારીઓની ભરતી કરાઇ હતી. જેમાં પોતાના માનિતા બાલાજી રાજે અને પ્રકાશચંદ્ર સહિતના 5 જણાને કલાક આધારિતમાંથી કોન્ટ્રાક્ટર પર લઇ ે પગાર પણ નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા પુરી થતા હવે બાકીના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હોવાની ચર્ચાએ કેમ્પસમાં જોર પકડ્યું છે.

‘હવે આઉટ સોર્સિંગથી લેવાશે’
કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતુંકે, આ સિન્ડિકેટનો નિર્ણય હતો અને છુટા કરવાનો નિર્ણય પણ સિન્ડિકેટ સભ્યોએ લીધો છે. હવે જુની પ્રથા પ્રમાણે પરીક્ષા, ઉત્તરવાહિની ચકાસણી વગેરે શરૂ થવાથી મેન પાવર ઘટશે. અને જરૂરી કર્મચારીઓને આઉટ સોર્સિંગથી ભરવાનો નિર્ણય કરાયો છે. જેથી આ કર્મચારી અંગેની જવાબદારી તેમની પર રહે છે.

અન્ય સમાચારો પણ છે...