પાસની પ્રતિક્રિયા:હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયાએ કહ્યું-'તેણે પાસ ટીમ સાથે બેઠક નથી કરી'

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા(ડાબે) અને ધાર્મિક માલવિયા (જમણએ) હાર્દિકને લઈને પ્રતિક્રિયા આપી હતી. - Divya Bhaskar
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા(ડાબે) અને ધાર્મિક માલવિયા (જમણએ) હાર્દિકને લઈને પ્રતિક્રિયા આપી હતી.
  • ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, હાર્દિકની આ ઘટનાને કારણે હવે કોઈને તેમાં વિશ્વાસ નહીં રહે

હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ પાસ ટીમે પોતાની પ્રતિક્રિયા આપી છે.પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, હાર્દિકે કહ્યું હતું કે, ભાજપમાં જોડાવા પહેલાં તે પાસ ટીમ સાથે બેઠક કરશે. પરંતુ તેણે બેઠક કરી નથી. સાથે જ પાસના સહ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, સમાજના નામે કોઈ મુદ્દાને લઇને આંદોલન શરૂ કરવામાં આવશે. તો હાર્દિકને આ ઘટનાને કારણે હવે કોઈને તેમાં વિશ્વાસ નહીં રહે.

લોકોની વિશ્વસનિયતામાં ઘટાડો થશે
અલ્પેશ કથીરિયા સાથે દિવ્ય ભાસ્કરે કરેલી વાતચીતમાં તેણે કહ્યું કે, હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટીનો જે નિર્ણય લીધો છે. તેનો પોતાનો છે. નવી ઇનિંગ શરૂ કરવા માટે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેણે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા પહેલાં પાસની ટીમ સાથે બેઠક કરશે. પરંતુ તેણે કોઇ પણ બેઠક કરી નથી. પોતાની રીતે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. આંદોલનકારીઓ સામે લોકોની વિશ્વસનિયતામાં ઘટાડો થશે. ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક જોડાયા બાદ અમને દુઃખ પણ નથી અને ખુશી પણ નથી. પાસે અત્યારે પણ માંગ કરી રહી છે કે, જે રાજદ્રોહ સહિતના પાટીદાર અનામત આંદોલન વખતના કેસો છે. તે સરકાર પરત ખેંચી લે અને શહીદોના પરિવારના લોકોને આર્થિક રીતે મદદરૂપ થાય અને સરકારી નોકરી આપે. સરકાર તમામ પ્રકારની માંગણીઓ પૂર્ણ કરે. ત્યાર બાદ આગામી રાજકીય રીતે આગળ કેવી રીતે વધવુ તે તપાસ કમિટીની ટીમ બેઠક કરીને નિર્ણય લેશે.

ટેલિફોનિક સંપર્ક કર્યો નથી-ધાર્મિક
પાસના સહ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, મને દુઃખ છે કે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પહેલા હાર્દિક પટેલે પાસ કમિટી સાથે કોઈ બેઠક પણ કરી નથી. ટેલિફોનિક પણ સંપર્ક કર્યો નથી. હાર્દિક ભલે કહેતો હોય કે, આગામી દિવસોમાં તમામ કેસ પરત ખેંચવામાં આવશે. તેમજ સરકારી નોકરી પણ શહીદ પરિવારને આપવામાં આવશે. જો એવું થાય તો જાહેર મંચ ઉપરથી અમે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનવા તૈયાર છીએ. અમે પાટીદાર અનામત આંદોલન સમિતિનું વિસર્જન કરી નાખીશું. પરંતુ વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલ દ્વારા કેસ પરત ખેંચવાની વાત કર્યા બાદ પણ કેસ પરત લેવાયા નથી. જેથી અમને હાર્દિકની વાત ઉપર પણ વિશ્વાસ નથી કે, કેસ તમામ પરત ખેંચી લેવાશે. શહીદ પરિવારને સરકારી નોકરી આપવામાં આવશે. જો અમારી માંગ પૂરી થાય તો પાસ સમિતિનું વિસર્જન કરીને એણે જે પક્ષ સાથે જોડાવું હોય તે જોડાઈ શકે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, હવે સમાજના નામે આંદોલન કરનારા સામે હાર્દિકની ઘટના બાદ વિશ્વસનીયતા ઘટી જશે. આંદોલનકારી જ્યારે પણ કોઈ મુદ્દો લઈને લડત ઉપાડશે ત્યારે લોકોને તેમાં વિશ્વાસ રહેશે નહીં.