વેક્સિનેશનનો ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતમાં વેક્સિન લગાવ્યા બાદ વિદ્યાર્થીઓએ કહ્યું, 'ડર લાગતો હતો કે,વેક્સિન મુકાવ્યા બાદ ચક્કર આવશે એટલે નાસ્તો કરીને જ આવ્યા હતાં'

સુરત5 મહિનો પહેલા
કોરોના મુક્ત રહેવા વિદ્યાર્થીઓએ વેક્સિન લગાવી હતી.
  • એક જ દિવસમાં 26124 જેટલા 15 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવી

સુરતમાં 1.90 લાખ જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળા, સુમન શાળા અને અભ્યાસ કરતા બાળકો નોંધાયા છે. જે તમામ 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને વેક્સિન અપાઈ રહી છે. તમામ સેન્ટરો ઉપર વિવિધ ઝોનમાં વેક્સિન ફાળવી દેવામાં આવી છે. શહેરની સુમન અને ખાનગી શાળાઓમાં 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને વેક્સિન અપાઈ રહી છે. એક જ દિવસમાં 26124 જેટલા 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવી છે. વેક્સિન લીધા બાદ વિદ્યાર્થીઓએ કહ્યું, 'ડર લાગતો હતો કે,વેક્સિન મુકાવ્યા બાદ ચક્કર આવશે એટલે નાસ્તો કરીને જ આવ્યા હતાં'.

118 શાળાઓમાં રસીકરણ
સવારના દસ વાગ્યાના સમય દરમિયાન શાળાઓમાં વેક્સિનેશનની કામગીરીનો આરંભ કરવામાં કરવામાં આવ્યો હતો. જેમાં સુરત મહાનગરપાલિકાનો 2500થી પણ વધુ લોકોનો સ્ટાફ કામગીરીમાં જોડાયો છે. દરેક ઝોનમાં વેક્સિનનો જથ્થો પાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા 118 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને અભ્યાસ ન કરતા અન્ય તરુણોને વેક્સિન અપાઈ રહી છે.

ડર ન રાખવા વિદ્યાર્થીઓએ કહ્યું હતું.
ડર ન રાખવા વિદ્યાર્થીઓએ કહ્યું હતું.

ડરવા જેવું કશું નથી
મહેક પંચાલે જણાવ્યું કે,વેક્સિનેશન આજથી અમારી શાળામાં શરૂ થવાનું છે. એવું શાળાના શિક્ષકોએ અમને અગાઉથી જણાવી દીધું હતુ. અમે આવ્યા ત્યારે આજે સવારથી થોડુંક ટેન્શન હતું કે, વેક્સિન લગાવવાની છે. ડર ચોક્કસ લાગતો હતો કે, વેક્સિન મૂકયા બાદ શું થશે. પરંતુ વેક્સિન લીધા બાદ કોઈ જ તકલીફ થઈ નથી. જેથી ડર ખોટો રાખ્યો હતો. વેક્સિન મુકાવ્યા બાદ ચક્કર આવશે એટલે નાસ્તો કરીને જ આવી હતી.

શાળાઓમાં જ રસીકરણની કામગીરી યોજવામાં આવી હતી.
શાળાઓમાં જ રસીકરણની કામગીરી યોજવામાં આવી હતી.

કોઈ તકલીફ થઈ નથી
કેસર ગજ્જરે જણાવ્યું કે, એલ.એન. બી. દાળિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. કોરોના સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. અત્યાર સુધી વડીલોને આપતા હતા એટલે અમારા ઘરના પરિવારના તમામ લોકોએ વેક્સિન લઈ લીધી છે.ડોક્ટરો પણ વેક્સિન લેવા માટે સલાહ આપતા હોય છે. વેક્સિન લીધા પછી તાવ કે અન્ય તકલીફો થવાની પણ કિસ્સાઓ સાંભળેલા હતા એટલે થોડો ડર લાગતો હતો. પરંતુ મેં વેક્સિન લીધા બાદ મને એવી કોઈ તકલીફ થઈ નથી. આખા દિવસ દરમિયાન પણ આવી કોઈ તકલીફ ન થાય તેવું કહેવામાં આવ્યું છે.

શાળાઓ સૌ પ્રથમ વેક્સિનેટ થશે-મેયર
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, બાળકો અને વાલીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. શહેરની અંદાજે 600 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે રીતે આપણે પ્રથમ ડોઝ 100% આપવામાં રાજ્યમાં સૌથી પહેલા રહ્યા છે. તે જ રીતે આપણે વિદ્યાર્થીઓને પણ વેક્સિનેટ કરવામાં રાજ્યમાં સૌથી પ્રથમ શહેર બનશે તેવી આશા છે. સારી બાબત એ છે કે, બાળકોમાં અને વાલીઓમાં ખૂબ જ જાગૃતિ દેખાઈ રહી છે. બાળકોની સાથે સાથે જે પણ વાલીનો બીજો ડોઝ બાકી હોય તેમને પણ વેક્સિન આપવામાં આવી રહી છે.

કોલેજમાં રસીકરણ
અમરોલી કોલેજના વિદ્યાર્થીઓને પણ વેક્સિન આપવામાં આવી હતી.કોલેજોમાં પણ વેકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર વેક્સિન લેતા નજરે પડ્યા હતા. વિવિધ કોલેજોમાં આજે વિદ્યાર્થીઓ કે, જે 18 વયના તેમને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે.

આખા પરિવારે રસી લઈ લીધી છે. અમે પણ રાહ જોતાં હતાં. હવે હું ગર્વથી કહી શકું છું કે ‘મારું ઘર, વેક્સિનેટેડ ઘર..’ - હીર દેસાઇ

હું આતુરતાપૂર્વક રાહ જોતી હતી. દરેકે રસી ફરજિયાતપણે લેવી જ જોઈએ. ઓમિક્રોન પણ ફેલાતો હોવાથી જોખમ વધુ છે. - રિયા ઢબુવાલા

મારા પરિવારે કહ્યું હતું કે, જ્યારે પણ વારો આવે ત્યારે વિના સંકોચે રસી લઈ લેજે.’ વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. - ધાની પટેલ

ઝોન વાઇઝ રસીકરણ

ઝોનડોઝ
સેન્ટ્રલ642
વરાછા-એ2889
વરાછા-બી2986
કતારગામ5689
લિંબાયત3929
અઠવા3413
ઉધના3039
રાંદેર3537

​​​​​​

અન્ય સમાચારો પણ છે...