તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મમ્મુ હાંસોટી ઉપર ફાયરિંગ પ્રકરણમાં ચાર વર્ષ પછી એક આરોપી રાજસ્થાનથી ઝબ્બે

સુરત17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ચોકબજારમાં મમ્મુ હાંસોટી પર ચાર વર્ષ પહેલા ફાયરિંગ કરી હત્યાની કોશિશમાં એક આરોપીને એટીએસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. 4 વર્ષ પહેલા 25-12-2017 ના રોજ ચોકબજાર રાજા ઓવારા પાસે મોહંમદ હુસેન ઉર્ફ મમ્મુ ચાંદ હાંસોટી (અમરજ્યોત એપાર્ટમેન્ટ, ચોકબજાર) તેના મિત્ર સાથે ઉભો હતો. તે સમયે હુમલાખોરોએ મમ્મુ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતાં એક ગોળી વાગી હતી. જેની લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામા જે-તે સમયે 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. તપાસમાં ખબર પડી હતી કે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલે મમ્મુને મારી નાખવા આઝાદ પઠાણને 6 લાખમાં સોપારી આપી હતી.

આઝાદ પઠાણે મેરઠથી શુટરો બોલાવ્યા હતા. તેમાં આરોપી બ્રિજેન્દ્ર સિંહ ઉર્ફ અનુજ અશોકકુમાર રાજપુતે મમ્મુની રેકી કરી આઝાદને માહિતી આપી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસ બ્રિજેન્દ્ર સિંહને શોધતી હતી. દરમિયાન ગુજરાત એટીએસને માહિતી મળી કે બ્રિજેન્દ્ર સિંહ રાજસ્થાનના બાડમેર જિલ્લાના નાનો બાલોત્રામાં રહીને મજુરી કરે છે. તેથી એટીએસે નાનો બાલોત્રાથી બ્રિજેન્દ્ર સિંહને ઝડપી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો