તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સુરતના વેપારી પાસેથી કાપડ ખરીદ્યા બાદ અમદાવાદના વેપારીએ રૂપિયા આપવાની જગ્યાએ ગુંડાઓ મોકલી ધમકી આપી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેપારીએ છેતરપિંડી થયાની અને ધમકી અપાયાની ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વેપારીએ છેતરપિંડી થયાની અને ધમકી અપાયાની ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • 13.92 લાખ રૂપિયા ન ચૂકવવામાં આવતાં પોલીસમાં ફરિયાદ

સુરતના ઘોડદોડ રોડ પર રહેતા અને રિંગરોડ પર આવેલ શ્રી મહાલક્ષ્મી માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીને અમદાવાદનો ઠગબાજ વેપારી ભેટી ગયો હતો. અમદાવાદના વેપારીએ અલગ અલગ સમયે વેપારી પાસેથી કુલ 37.98 લાખનો માલ ખરીદી કર્યો હતો. જોકે તે માલના પૈસા નહિ ચૂકવી તેના બદલામાં હલકી ગુણવત્તાનો માલ મોકલી આપ્યો હતો. જોકે તેના સિવાય હજુ બાકી નીકળતા 13.92 લાખ નહીં ચૂકવી હાથ ઊંચા કરી લીધા હતા. વેપારીએ પૈસાની ઉઘરાણી કરતા અમદાવાદના વેપારીએ તેને ગુંડાઓ મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદના અંકિત સાબુએ કાપડની ખરીદી કરી હતી
રમેશકુમાર ચાનનદાસ નંદવાની ઉ.વ.63 (ઘોડદોડ રોડ કાકડીયા કોમ્પ્લેક્ષની પાછળ શંશાક એપાર્ટમેન્ટ) એ જણાવ્યું હતું કે તેઓ રિંગરોડ મહાલક્ષ્મી ટેક્ષટાઈલ માર્કેટમાં મોહિન્દર એન્ટરપ્રાઈઝ અને રેશમા ક્રિએશનના નામથી દુકાન ધરાવે છે. ગત તા 23 જાન્યુઆરી 2016 થી 1 એપ્રિલ 2018 સુધીમાં અમદાવાદ વાણીજ્ય ભવનની પાછળ સુમેલ બિઝનેશ પાર્કમાં પાર્થ એન્ટરપ્રાઈઝ (એચ.યુ.એફ) ના નામે ધંધો કરતા અંકિત શેવંતીલાલ સાબુએ રૂપિયા 37,98,987 નો કાપડનો માલ ખરીદ્યો હતો.

ગુંડાઓ મોકલી ધમકી અપાઈ
નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા તેમણે ઉઘરાણી શરૂ કરી હતી. અંકિતે પેમેન્ટ બદલામાં ઓછો તેમજ ખરાબ માલ પરત મોકલી આપી રૂપિયા 13,92,376 નું પેમેન્ટની અવાર નવા૨ માંગણી કરવા છતાંયે ચુકવ્યા ન હતા. ઉપરથી ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હવે પછી પેમેન્ટની ઉઘરાણી કરી તો ગુંડાઓ મોકલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.બાકી નીકળતા નાણાં ને લઈ ધમકી મળતા આખરે તેમણે પોલીસ સ્ટેશનના ઢવાર ખખડાવ્યા હતા. સલાબતપુરા પોલીસે અંકિત શાહ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.