હંગામો:સુરતમાં સારવાર હેઠળ હોવાનું કહ્યાં પછી ડેડબોડી આપતાં પરિવારે સિવિલમાં તોડફોડ કરી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુરુવારે અન્ય દર્દીના મોત બાદ પરિવારનો પથ્થરમારો, સિક્યુરિટી-પરિવાર વચ્ચે ઘર્ષણ

સિવિલની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના મોત બાદ પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. બુધવારે રાત્રે એક દર્દીના મોત બાદ પણ હેલ્પ ડેસ્ક પરથી દર્દી સારવાર હેઠળ હોવાનું જણાવતા પરિવારનો ગુસ્સો ફુટી નીકળ્યો હતો અને દર્દીનો મૃતદેહ નીચે લઈ આવ્યા હોવા છતાં હેલ્પ ડેસ્ક પરથી ખોટી માહીતી મળતા દર્દીના પરિવારે તોડફોડ કરી હતી. તેવી જ રીતે ગુરુવારે બપોરે પણ અન્ય એક દર્દીના મોત બાદ રોષે ભરાયેલા પરિવારે કોવિડ હોસ્પિટલ પર પથ્થરમારો કરતા સિક્યુરીટી અને પરિવાર વચ્ચે ઘર્ષણ થયું હતું.

અલથાણમાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીને સાતેક દિવસ પહેલા સિવિલની કોવિડ હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા. દર્દીની માહીતી મેળવવા પરિવારના સભ્યો દ્વારા હેલ્પ ડેસ્ક પર ફોન કરવામાં આવતો હતો પરંતુ તેમને યોગ્ય માહિતી મળતી ન હતી. બુધવારે રાત્રે દર્દીનું મોત નીપજ્યું હતું અને તેમનો મૃતદેહ પણ વોર્ડમાંથી નીચે લઈ આવ્યા હતા. દરમિયાન તેમના સંબંધી હેલ્પ ડેસ્ક પર જઈ દર્દીની સ્થિતિ અંગે પુછપરછ કરતા હેલ્પડેસ્કના કર્મચારીએ દર્દી સારવાર હેઠળ હોવાનું કહ્યું હતું અને અન્ય પુછપરછ કરતા યોગ્ય જવાબ આપ્યો ન હતો. આખરે પરિવારનો ગુસ્સો ફુટી નીકળ્યો હતો.

ચીફ સિક્યુરિટી ઓફિસરે મામલો થાળે પાડ્યો
કોવિડ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર તોડફોડ થવા અંગેના બનાવની જાણ થતા ચીફ સિક્યુરીટી ઓફિસર હરેન ગાંધી કોવિડ હોસ્પિટલ દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...