લાંચિયા ટોળકી:કતારગામના બિલ્ડર પાસે પહેલાં 3.50 લાખ માંગ્યા પછી વાત 18 લાખ સુધી પહોંચી ગઇ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેસુની 20 કરોડની જમીનની માપણી બાબતે લાંચિયા ટોળકીના કારસ્તાન
  • ડોલરે જિલ્લા સેવાસદનમાં બિલ્ડરની અધિકારી સાથે મુલાકાત કરાવી હતી

કતારગામના બિલ્ડરની વેસુ ખાતેની જમીનની માપણી કરવા માટે લાંચિયા ટોળકીએ પહેલાં 3.50 લાખ રૂપિયા માંગ્યા હતા બાદમાં લાંચની રકમ 18 લાખ સુધી પહોંચી ગઇ હતી. લાંચિયાઓનો ભોગ બનનાર બિલ્ડરે જણાવ્યા મુજબ શરૂઆતમાં બિલ્ડર તેના એક મિત્ર મારફતે ડોલરના સંપર્કમા આવ્યો, ડોલર એટલે અમેરિકન ડોલર નહિ પરંતુ ડોલર ચકલાસિયા, આ ડોલરે જ બિલ્ડરને કલાસ વન ઓફિસ સાથે મુલાકાત કરાવી વિશ્વાસ અપાવ્યો હતો. જિલ્લા સેવાસદનમાં ચોથા માળે બિલ્ડરને એક અધિકારી સાથે ડોલરે મુલાકાત કરાવી હતી.

બિલ્ડરે ટીપીમાં આ કાગળો આપવાનું કહેતા લાંચ વધીને 10થી 11 લાખ થઇ
}નવાઇની વાત એ છે કે તે અધિકારીએ પણ બિલ્ડરને કહ્યું કે હું DILR નવા સાહેબ રાજપરા આવ્યા છે. હું તેને કહેડાવી દઈશ, પછી ડોલરે નાયબ મામલતદાર જસ્મીન બોઘરાનો કોન્ટેક્ટ કરાવ્યો હતો. કાગળો જોઇને જસ્મીને બિલ્ડરને ઓફિસે બોલાવ્યો હતો. શરૂઆતમાં જસ્મીને 3.50 લાખ માંગ્યા પછી DILRમાંથી જમીનના જુના રેકોર્ડ કઢાવ્યા, જે બિલ્ડરે માંગ્યા હતા. બિલ્ડરે ટીપીમાં આ કાગળો આપવાનું કહેતા લાંચ વધીને 10થી 11 લાખ થઇ. પછી ટોળકીએ બિલ્ડર તે રૂપિયા આપી દેશે એવુ માનીને 16 લાખનો ભાવ કરી દીધો, છેલ્લે જસ્મીને 25થી 30 લાખની થશે એવુ કહેતા બિલ્ડરે DILRના ઈનચાર્જ ઓફિસર રાજપરાના સાથે મુલાકાત કરાવવાની વાત કરી હતી. પછી 25 દિવસ પહેલા નાયબ મામલતદારે DILRના રાજપરા સાથે બહુમાળીની સી બિલ્ડિંગમાં મુલાકાત કરાવી હતી. DILRના અધિકારીએ જસ્મીન સાથે ચર્ચા કરી લો જે કહેશે તે ફાઇલ કરીશું,

પહેલાં નાયબ મામલતદારે 22 લાખ માંગ્યા હતા
નાયબ મામલતદારે બિલ્ડર પાસે 2200 પેટીની વાત કરી હતી. 2200 પેટી એટલે 22 લાખ જો કે બિલ્ડરે આટલી મોટી રકમમાં થોડું ઓછું કરાવો એવુ કહેતા બીજા દિવસે સાહેબે 1800 પેટીમાં નક્કી કર્યુ છે એવુ કહ્યું હતું. 18 લાખમાંથી 900 પેટીઓ એટલે 9 લાખ પહેલા અને 900 પેટીઓ કામ થયા પછી 9 લાખ આપવાના નક્કી થયા હતા. પકડાયેલાં ડોલર રવજી ચકલાસીયા, રાજેશ ભાનુ શેલડીયા ઉપરાંત પુણા જનસેવા કેન્દ્રના વર્ગ-3ના નાયબ મામલતદાર જસ્મીન અરવિંદ બોઘરા અને નાનપુરા બહુમાળી કેમ્પર્સમાં હક્ક ચોક્સી અધિકારી અને ઈનચાર્જ જીલ્લા નિરીક્ષક જમીન દફતર(ડી.આઈ.એલ.આર) રિતેશ બાલુભાઈ રાજપરાની એસીબીએ ધરપકડ કરી હતી. ખરેખર એસીબીએ તો જિલ્લા સેવાસદનના જે કોઈ અધિકારી સાથે ડોલરે બિલ્ડરને મુલાકાત કરાવી તે બાબતે પણ તપાસ કરાવાની જરૂર છે. તો જ આવા લાંચીયાઓ બાબુઓ પર કાબુ આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...