• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After A Youth From Kansara Samaj Of Vijalpore Was Declared Brain Dead, Three People Were Given A New Life By Donating A Kidney And A Liver.

અંગદાનથી માનવતા મહેકી:વિજલપોરના કંસારા સમાજનો યુવક બ્રેઈનડેડ જાહેર થયા બાદ કિડની અને લિવરનું દાન કરી ત્રણને નવું જીવન અપાયું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવારના સભ્યોએ અંગદાનની મંજૂરી આપતાં ઈન્સેટમાં (જતીન કંસારા)ના અંગોનું દાન કરાયું હતું. - Divya Bhaskar
પરિવારના સભ્યોએ અંગદાનની મંજૂરી આપતાં ઈન્સેટમાં (જતીન કંસારા)ના અંગોનું દાન કરાયું હતું.

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.કંસારા સમાજના જતીન વસંતલાલ કંસારા ઉ.વ 47ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી જતીનના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

ચક્કર આવ્યા બાદ વોમીટ થઈ હતી
407, નિરવ સ્કેવર એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી, શુશ્રુષા હોસ્પીટલની સામે, વિજલપોર, નવસારી. મુકામે રહેતા જતીનભાઈ 2 નવેમ્બરના રોજ તેમના વેપારીને ત્યાં સાંજે 7 કલાકે ગયા હતા. ત્યાં તેમને ચક્કર આવતા તેમજ વોમીટ થતા તેમની તબીયત બગડી હતી. તેમને તાત્કાલિક નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ફીઝીશીયન ડૉ. ધર્મેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન હરિન મોદીએ સર્જરી કરી મગજનો સોજો દુર કર્યો હતો.

અંગદાન પહેલા ટેસ્ટ કરાવાયો
16 નવેમ્બરના રોજ જતીનભાઈના મિત્રો, ડોનેટલાઈફનો સંપર્ક કરી જણાવ્યુ કે જતીનભાઈના પરિવારજનો અંગદાનની પ્રક્રિયા સમજવા માગે છે. ડોનેટ લાઈફની ટીમે નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ પહોચી જતીનભાઈની પત્ની એકતાબેન, પિતા વસંતભાઈ, સસરા ચંદ્રકાંતભાઈ ઠાકોરલાલ સુતરીયા, સાસુ ભૂપાલીબેન ચંદ્રકાંતભાઈ સુતરીયા, કાકા સસરા ગીરીશભાઈ સુતરીયા, માસી રંજનબેન કંસારા તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા જણાવ્યુ કે જે વ્યક્તિ બ્રેઇનડેડ હોય તેના જ અંગોનું દાન થઈ શકે. બ્રેઇનડેડ જાહેર કરવા માટે હોસ્પિટલની બ્રેઇન સ્ટેમ ડેથ ડિકલેરેશન કમિટી દ્વારા એપ્નિયા ટેસ્ટ કરી જે તે દર્દીને બ્રેઇનડેડ જાહેર કરેલો હોવો જોઇએ. પરિવારજનોએ જણાવ્યું કે અમારા સ્વજનને ડોકટરોએ ક્લિનિકલી બ્રેઇનડેડ જાહેર કર્યો છે તો આપ ડોકટરો સાથે ચર્ચા કરી અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવો.

સુરતમાં ટેસ્ટ થયો
ડોનેટ લાઇફની ટીમે કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ ડોકટરોની ટીમને બ્રેઇનડેડ જાહેર કરવા માટેના જરૂરી ટેસ્ટ કરવા માટે જણાવ્યું ડોકટરોની 12 કલાકની જહેમત પછી પણ જતીનભાઈના એપ્નિયા ટેસ્ટ માટેના જરૂરી પેરામીટરમાં વધારો થતો હોવાથી એપ્નિયા ટેસ્ટ કરવો શક્ય થઈ શકતો ના હતો અને જતીનભાઈની તબિયત બગડતી જતી હોવાથી પરિવારજનોએ તેમણે સુરતની કિરણ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો. મોડી રાત્રે કિરણ હોસ્પિટલના ડોકટરોની ટીમ નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ પહોચીને જતીનભાઈને સુરતની કિરણ હોસ્પીટલમાં ટ્રાન્સફર કર્યા કિરણ હોસ્પિટલના ડોકટરોની ટીમે તેમણે સ્ટેબલ કર્યા પછી ૧૭ નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે જતીનભાઈને બ્રેનડેડ જાહેર કરતાં કિડની અને લિવરના દાન માટે SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો.

પરિવારે મંજૂરી આપી
ડોનેટ લાઇફની ટીમે જતીનભાઈના મિત્ર હિરેન પરમાર સાથે રહી પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારે જતીનભાઈના પિતા વસંતલાલ એ જણાવ્યું હતું કે, જયારે ડોકટરોએ અમને જણાવ્યું હતું કે, જતીન હવે બચી શકે તેમ નથી. ત્યારે જ મને અંગદાનનો વિચાર આવ્યો હતો. પરંતુ મારી પુત્રવધુને આ વાત કહેવી કેવી રીતે તે અંગે મનોમંથન ચાલતું હતું. જતીનભાઈની પત્ની એકતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીરતો બળીને રાખ જ થઇ જવાનું છે તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તમે અંગદાન માટે આગળ વધો. જતીનભાઈના ભાઈ રીતેશ કે જેઓ સાઉથ આફ્રિકા, બોત્સ્વાનામાં રહે છે તેમની સાથે પણ પરિવારજનોએ અંગદાન અંગેની ચર્ચા કરી ત્યારે તેમણે પણ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરવુ જ જોઈએ. જતીનભાઈના પરિવારમાં તેમના વૃદ્ધ માતા-પિતા, પત્ની એકતા અને 13 વર્ષીય પુત્રી કિંજલ છે. જે નવસારીમાં આવેલ એ.બી. સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે.

હોસ્પીટલમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા
જતીનભાઈની 13 વર્ષીય પુત્રી કિંજલે તેની મમ્મીને જ્યારે કહ્યું કે, પપ્પા ત્રણ વ્યક્તિ ને નવું જીવન આપી જઇ રહ્યા છે, તારે જરા પણ રડવાનું નથી.કિંજલે તેના પપ્પાના કાનમાં કહ્યું કે, પપ્પા તમે મમ્મીની જરાય ચિંતા કરશો નહીં. ત્યારે હોસ્પીટલમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ. જતીનભાઈની 13 વર્ષીય પુત્રી કિંજલ, પત્ની એકતાબેનને, વૃદ્ધ માતા-પિતા વસંતલાલ અને ઉર્વશીબેનને, ભાઈ રિતેશને અને સમગ્ર કંસારા પરિવારે માનવતાનું કાર્ય કર્યું હતું.

અંગદાતાને મેડિકલ સ્ટાફ અને પરિવારે આખરી સલામી આપી હતી.
અંગદાતાને મેડિકલ સ્ટાફ અને પરિવારે આખરી સલામી આપી હતી.

અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. કિરણ હોસ્પીટલના ડો. ધર્મેશ ધાનાણી, ડો.રવિ મોહન્કા, ડો. પ્રશાંથ રાવ, ડો. મિતુલ શાહ, ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર, ડો.મિથુન કે.એન. એ લિવર અને કિડનીનું દાન સ્વીકાર્યું.દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વાપીની રહેવાસી 39 વર્ષીય યુવતીમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 26 વર્ષીય યુવાનમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વાપીના રહેવાસી 48 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.

મેડિકલ ટીમનો સપોર્ટ મળ્યો
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં જતીનભાઈના પત્ની એકતાબેન, પિતા વસંતભાઈ, ભાઈ રિતેશ, સસરા ચંદ્રકાંતભાઈ ઠાકોરલાલ સુતરીયા, સાસુ ભૂપાલીબેન ચંદ્રકાંતભાઈ સુતરીયા, કાકા સસરા ગીરીશભાઈ સુતરીયા, માસી રંજનબેન કંસારા, મિત્રો પરિમલ નાયક અને હિરેન પરમાર, ડો. શિરીષ ભટ્ટ તેમજ પરિવારના અન્ય સભ્યો, નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલના ચેરમેન શ્રીમતી શ્રધ્ધા વિશાલ રાવ, ન્યુરોસર્જન ડો. હરિન મોદી, ફિઝીશ્યન ડો. ધર્મેશ પટેલ, CMO ડો. ચિરાગ દેસાઈ, RMO. ડો.વૈભવ ભાવસાર, ડો.મેઘાવી પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રિયાંક ગાંધી, એડમીન ઓફિસર ભાવિન વલસાડીયા, વીકી પાતરાવાલા, કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સંજય ટાંચક, અર્જુન ત્રિવેદી, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી અને CEO નિરવ માંડલેવાલા, ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહિર પ્રજાપતિ અને રોહન સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...