• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After A Year And A Half Of Corona, The Number Of Passengers Has Increased, 80 Thousand Daily Passengers Are Registered At Surat Railway Station While 80 Thousand Monthly Passengers Are Registered At The Airport.

કોરોનાના દોઢ વર્ષ બાદ યાત્રી વધ્યા:સુરત રેલવે સ્ટેશન પર રોજના 80 હજાર જ્યારે એરપોર્ટ પર મહિનાના 80 હજાર મુસાફરો નોંધાયા, દિવાળીએ 1 લાખ થઈ શકે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સપ્ટેમ્બર મહિનામાં જ કુલ 818 ફ્લાઇટ ઊડી, જેમાં 20 હજાર મુસાફરોએ સફર કરી

રેલવે સ્ટેશન પર માર્ચ 2020 બાદ પહેલીવાર મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હવે રોજના અંદાજે 80 હજાર મુસાફરો નોંધાઈ છે. આ આંકડો દિવાળીના એકદમ નજીકના દિવસોમાં 1 લાખ પર પહોંચી જશે એવી સંભાવના છે. હવે સુરત રેલવે સ્ટેશને લગભગ 200 ટ્રેનો સ્ટોપેજ લેતી થઇ ગઈ છે. દિવાળીને ધ્યાને લઈને મુસાફરોએ અલગ અલગ ટ્રેનોમાં એડવાન્સ બુકીંગ પણ કરાવી દીધા છે. લાંબા અંતરની કેટલીક ટ્રેનો તો અત્યારથી જ હાઉસફુલ થઇ ચુકી છે. કોરોના પહેલા સ્ટેશનની આવક પશ્ચિમ રેલવેના રાજકોટ અને અન્ય કેટલાક ડિવિઝનથી પણ વધુ હતી.

આ જ રીતે એરપોર્ટ પર પણ મુસાફરોની સંખ્યા વધી છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે મુસાફરોની સંખ્યા 80 હજારની નજીક પહોંચી છે. માત્ર સપ્ટેમ્બરમાં જ 20 હજાર મુસાફરો નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં કુલ 818 ફ્લાઇટ સુરતથી ઉડી હતી. આવનારા દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજી વધારો નોંધાશે એવું એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

સુરત-મહુવા ટ્રેનમાં નવેમ્બર મહિનાથી વધારાના કોચ જોડાશે
રેલવે 09049/09050 સુરત-મહુવા સ્પેશિયલ ટ્રેનમાં નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં 5 સ્લીપર અને 1 સેકન્ડ સિટીંગના વધારારૂપે કોચ જોડાશે. તે મુજબ ટ્રેન નં. 09049 સુરત-મહુવા સ્પેશિયલમાં 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી (બુધવાર અને શુક્રવાર સિવાય) તેમજ મહુવા થી ટ્રેન નં. 09050 મહુવા-સુરત સ્પેશિયલમાં તારીખ 31 ઓક્ટોબર 2021 થી 08 નવેમ્બર 2021 સુધી (ગુરૂવાર અને શનિવાર સિવાય) પાંચ સ્લીપર અને એક સેકન્ડ સિટીંગ સહિત કુલ છ કોચ વઘારાના રૂપે જોડવામાં આવી રહ્યા છે.આ સ્પેશિયલ ટ્રેન ના હોલ્ટ અને કમ્પોઝિશન તેમજ સમયપત્રક વિશે વિસ્તૃત માહિતી યાત્રીઓ www.enquiry.indianraiel.gov.in પર જોઈ શકે છે.

22થી 29 વચ્ચે પૂના-ભગત કી કોઠી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે
રેલવેએ પુણે અને ભગત કી કોઠી વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. ટ્રેન નં 01249 વીકલી સ્પેશિયલ 22 ઓક્ટોબરથી 19 નવેમ્બર, 2021સુધી પુણેથી શુક્રવારે રાત્રે 20.10 વાગ્યે ઉપડી. બીજા દિવસે રાત્રે 19.55 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. ટ્રેન નં 01250 ભગત કી કોઠી - પુણે સ્પેશિયલ 23થી 20 નવેમ્બર સુધી શનિવારે રાત્રે 22.20 વાગ્યે ભગતની કોઠીથી રવાના થશે અને બીજા દિવસે રાત્રે 19.05 વાગ્યે પુણે પહોંચશે.બંને દિશામાં આ ટ્રેન લોનાવાલા કલ્યાણ. વસઈ રોડ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમલ, મોદ્રાન, જાલોર, મોકલસર, સમદદી અને લુની સ્ટેશનો ખાતે ઊભી રહેશે.

અન્ય સમાચારો પણ છે...