• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After A Fire Broke Out In A Slum In Surat's Punam, A Stall Selling Boots And Slippers In A Tent Caused Chaos As The Fire Spread.

સુરતમાં દુર્ઘટના:પુણામાં ઝુપડપટ્ટીમાં આગ લાગ્યા બાદ તંબુમાં બૂટ ચપ્પલનું વેચાણ કરતા સ્ટોલમાં પ્રસરતા અફરાતરફરી

સુરતએક મહિનો પહેલા
આગ લાગતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે હતા

સુરતના પુણા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર આગની દુર્ઘટના સર્જાઈ હતી. અર્ચના સ્કૂલ સર્કલ નજીક આવેલી ઝુપડપટ્ટીમાં આગ લાગતા નજીકમાં આવેલા બુટ ચપ્પલના સ્ટોલમાં પણ આગ પ્રસરી હતી. જેના કારણે અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગને જાણ થતા આગ પર કાબુ મેળવવા ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને કોઈ જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી.

બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી
દિવાળીના તહેવારોમાં રસ્તા પર સ્ટોલ નાખીને બુટ ચપ્પલનું વેચાણ થતું હતું. ત્યાં ઝુપડામાં લાગેલી આગ પ્રસરી ગઈ હતી. જેના કારણે બુટ ચપ્પલ સળગવા લાગ્યા હતા. તથા તંબુ સળગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી
લંબે હનુમાન રોડ પર અર્ચના સર્કલ પાસે ઝુપડપટ્ટીમાં આગ લાગ્યા બાદ બુટ ચપલના સ્ટોરમાં આગ પ્રસરી હતી. જેના કારણે ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં વરાછા, કાપોદ્રા, પુના સહિતની ગાડીઓ પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, સમયસર આગ પર કાબુ મેળવાઈ જતા કોઈ જાનહાનીનો બનાવ બનવા પામ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...