• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After A Bike Accident On Pal Umra Bridge, Two Youths Jumped 3 Feet And Fell 15 Feet Below The Bridge, One In Critical Condition.

સુરતમાં બ્રિજ પર વિચિત્ર અકસ્માત:બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ બે યુવકો બ્રિજ પરથી 15 ફૂટ નીચે પડ્યા, એકનું મોત, 4 દિવસ પહેલાં જ સુરત આવ્યા હતા

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાલથી ઉમરા તરફ જઈ રહેલા બાઈક પર બે યુવાનો બ્રિજના ડિવાઇડર સાથે અથડાયા બાદ ત્રણ ફૂટ જેટલા ઊછળ્યા હતા અને બ્રિજની પાળી કુદાવી 15 ફૂટથી બ્રિજની નીચે પટકાયા હતા. જેને લઇ બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી અને સ્થાનિક લોકોએ 108ને બોલાવી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ પણ વાંચો, બંને યુવકો ચાર દિવસ પહેલાં જ બંગાળથી સુરત આવ્યા હતા

બંને યુવાનો પૂરપાટ ઝડપે બાઈક ચલાવતા હતા
સુરતમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે વહેલી સવારે શહેરના પાલ વિસ્તારથી લઈ ઉમરા તરફ જઈ રહેલા બ્રિજ ખાતે ખૂબ જ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પાલથી ઉમરા તરફ બાઈક પર બે યુવાનો જઈ રહ્યા હતા. બંને યુવાનો પૂરપાટ ઝડપે બાઈક ચલાવીને જઈ રહ્યા હતા દરમિયાન બ્રિજના ઉમરા તરફના છેડા પર અકસ્માતનો ભોગ બન્યા હતા. બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બ્રિજના છેવાડા તરફ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયા હતા.

અકસ્માતને લઈને લોકો એકઠા થઈ ગયા.
અકસ્માતને લઈને લોકો એકઠા થઈ ગયા.

બ્રિજ પરથી 15 ફૂટ નીચે પટકાયા
બંને યુવાનો પૂરપાટ ઝડપે બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે ઉમરા તરફના બ્રિજ પર ડિવાઈડર સાથે અથડાયા બાદ બંને યુવાનો ત્રણ ફૂટ હવામાં ઊછળ્યા હતા. અકસ્માત એટલો વિચિત્ર અને ગંભીર બન્યો હતો કે બંને યુવાનો હવામાં ઊછળી બ્રિજની પાળી કુદાવી 15 ફૂટ નીચે પટકાયા હતા. જ્યારે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. 108ને બોલાવી બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો.
બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો.

બે પૈકી એક યુવકનું મોત
અકસ્માતને લઈ મળતી વિગત મુજબ બંને યુવાનોને સારવાર માટે 108 મારફતેથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇમર્જન્સી વોર્ડમાં બંનેની સારવાર કરવામાં આવી રહી હતી. બંને પૈકી એક યુવકની હાલત ખૂબ જ નાજુક હતી જેથી તેનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના કર્મચારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

બાઈક ચાલકની હાલત નાજુક.
બાઈક ચાલકની હાલત નાજુક.

બંને યુવકો સુરતમાં એકલા રહેતા હતા
સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ એક યુવકનું નામ ખલીલુર રહેમાન અને બીજા યુવકનું નામ તુરબ અલી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ બંને યુવકો મૂળ બંગાળના વતની હતા. 13 એપ્રિલના રોજ એટલે કે 4 દિવસ પહેલાં જ સુરત આવ્યા હતા. સુરતમાં તેઓ એકલા રહેતા હતા. બંનેના પરિવાર બંગાળ ખાતે રહે છે. તુરબ અલીનું મોત નીપજ્યું હતું. તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...