તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:8 માસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 400થી નીચે, નવા માત્ર 37 જ કેસ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • વધુ 78 દર્દીઓ સાજા થયા, નવા મોત કોઇ નહીં

શહેરમાં 33 અને જિલ્લામાં 4 કેસ સાથે શહેર-જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 37 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 52540 થઈ ગઈ છે. જ્યારે તેની સામે મંગળવારે શહેરમાંથી 60 અને જિલ્લામાંથી 18 મળી 78 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 51 હજારને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51033 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. પોઝિટિવ કેસની ઘટતી સંખ્યા અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થતા એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

એક્ટિવ કેસની સર્વોચ્ચ સપાટી 3700 હતી
મંગળવારે સવા આઠ મહિના બાદ એક્ટિવ કેસની સંખ્યા પ્રથમ વખત 400થી નીચે પહોંચી 370 નોંધાઈ છે. ગઈ તા.25મેના રોજ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 371 નોંધાઈ હતી. ત્યાર બાદ સતત એક્ટિવ કેસમાં વધારો થયો હતો અને 3700થી ઉપર એક્ટિવ કેસ પહોંચ્યા હતા.

સાજા થનારા દર્દીઓની સંખ્યા 51 હજારને પાર
મંગળવારે શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 51 હજારને પાર થઈ ગઈ છે. મંગળવારે શહેર અને જિલ્લામાં 78 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 51033 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો